ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ કે.સીવાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ મળી હતી.
ફતેપુરા શહેરમાં તેમજ ગ્રામ્યના આયોજકો ઉપસ્થિત રહ્યા આગામી નવરાત્રી તહેવાર ને લઈને પી.આઈ કેસી વાઘેલા દ્વારા ફતેપુરા તાલુકાના દરેક સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરાયું હતું આ મિટિંગમાં ફતેપુરા શહેર ગ્રામ્ય તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી તહેવારો શાંતિ પૂર્વક મનાવવામાં આવે તેવી ચર્ચાઓ કરી હતી અને પી આઇ કેસી વાઘેલા દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુ થી પોલીસ બંદોબસ્ત પણ રાખવા જણાવ્યું હતું. આ મીટીંગમાં , વેપારી તેમજ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા.