Panchayat Samachar24
Breaking News
ગુજરાતલીમખેડા

લીમખેડા તાલુકાની દેગાવાડા ગ્રામ પંચાયતની ચુંટણીમાં ત્રિ-પાંખીયો જંગ: સરપંચ પદના યુવાન ઉમેદવાર રામચંદ્ર પટેલને ભારે જન સમર્થન મળતા પલ્લુ ભારે!

લીમખેડા તાલુકાની દેગાવાડા ગ્રામ પંચાયતની ચુંટણીમાં ત્રિ-પાંખીયો જંગ: સરપંચ ના પદના યુવાન ઉમેદવાર રામચંદ્ર પટેલને ભારે જન સમર્થન મળતા પલ્લુ ભારે!
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.17
લીમખેડા તાલુકામા યોજાઈ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે ત્યારે લીમખેડા તાલુકાની દેગાવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રારંભમાં શેરી બેઠકો , ડોર ટુ ડોર કેમ્પેઇન , ઓટલા પરિષદો અને વ્યક્તિગત સંપર્કોએ હાલમાં જોર પકડ્યું છે. ત્યારે  દેગાવાડા ગ્રામ પંચાયતની સરપંચ પદની ચૂંટણી માં ભારે રસાકસી જોવા મળી રહી છે. અને સાથે વોર્ડના સભ્યપદના ઉમેદવારો દ્વારા રાત્રિ બેઠકો શરૂ થઈ ગઈ છે જો અને તો ના સમીકરણોને કડકડતી ઠંડી વચ્ચે કોણ હારશે અને કોણ જીતશે ના ગણિત હાલ તો મંડાઈ રહ્યા છે. જોકે દેગાવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ત્રિ પાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે, જેમા સરપંચ પદના યુવાન ઉમેદવાર રામચંદ્ર દિપસિહ પટેલને મતદારોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, દેગાવાડા ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં સરપંચ પદની ચુંટણી દેગાવાડાના ગ્રામજનો શિક્ષિત અને યુવાન ઉમેદવાર તરફ વધુ ઝુકાવ દર્શાવી રહ્યા છે, ત્યારે સરપંચ રામચંદ્ર ના ઉમેદવાર રામચંદ્ર પટેલની વોટબેંક મજબૂત જણાઈ રહી છે . જેવો શિક્ષિત અને ઉત્સાહી તેમજ મજબૂત ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે જ્યારે અન્ય બે હરીફ ઉમેદવાર પણ ચૂંટણી જંગમાં પૂરેપૂરી તાકાત લગાવી રહ્યા છે . ગ્રામજનોનું માનીએ તો ત્રણેય ઉમેદવારો દેગાવાડા ગામના છે, હાલ યોજાતી ચુંટણી મા ઉમેદવારો દ્વારા ગામના સર્વાંગી વિકાસ માટેના દાવાઓ કરી રહ્યા છે, જ્યારે યુવાન સરપંચ પદના ઉમેદવાર સરળ સ્વભાવના હોઈ સરપંચ પદ માટે જીત નિશ્ચિંત મનાઈ રહી છે. ચૂંટણી પ્રચારમાં પણ તેમને મતદારો તરફથી સારો આવકાર અને પ્રતિસાદ પણ મળી રહ્યો છે જેના કારણે તેમનું પલ્લુ પણ ભારે જોવા મળી રહ્યું છે જેથી આ ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ત્યારે હવે મતદાન ના દિવસે મતદારો ત્રણેય સરપંચના ઉમેદવારોના ભાવિ મત પેટીમાં સીલ થયા બાદ ચૂંટણી પરિણામ આવ્યા પછી જ ખબર પડશે.
મેનેજીંગ એડિટર, મયુર રાઠોડ 

સંબંધિત પોસ્ટ

દેવગઢ બારીઆ એસ.ટી ડેપોના વર્કશોપમાં ઉભેલી બસમાં આકસ્મિક આગ લાગતા બસ બળીને ખાખ

Panchayat Samachar24

જનતાની રક્ષા કરતી ગુજરાત પોલીસે પોતાનો હક્ક મેળવવા મહાઆંદોલનની કરી શરૂઆત..જાણો શું છે મુદ્દો…

Panchayat Samachar24

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા લીમખેડા બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી લીમખેડા નગર સજ્જડ બંધ રહ્યુ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ફતેપુરા CHC ની લીધી મુલાકાત : કોરોના સર્વેલન્સની કામગીરી વધારવા જણાવ્યું

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓમાં ઓ.એન.જી.સી દ્વારાગરીબ પરિવારના વિદ્યાર્થીઓને નોટબુકનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા થશે મહેરબાન: 4 દિવસ વરસી શકે છે વરસાદ: 26 તાલુકાઓમાં વરસાદની આગાહી

Panchayat Samachar24