ધોરણ 12 સાયન્સ મા અભ્યાસ પુર્ણ કર્યા બાદ મેડીકલ ક્ષેત્રમા એડમિશન મેળવવા નીટની પરીક્ષા યોજવામા આવી હતી, જે પરિક્ષાનુ પરિણામ તાજેતરમા જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ફતેપુરા તાલુકાના બલૈયા ગામના વતની અને હાલ દાહોદમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરણકુમાર છગનલાલ પ્રજાપતિની દિકરી આર્ચિ પ્રજાપતિએ નીટની પરિક્ષામા 700 માર્કસ માંથી 544 માર્કસ મેળવીને તેના પરિવાર સહિત બલૈયા સહિત ફતેપુરા તાલુકાના સમગ્ર પ્રજાપતિ સમાજનું નામ રોશન કર્યું હતું, આર્ચિ પ્રજાપતિ 544 માર્કસ સાથે ઉતરણી થતા પરિવારજનોએ આર્ચિનુ મો મીઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી, સાથે ફતેપુરા તેમજ દાહોદ જિલ્લા ના પ્રજાપતિ સમાજે સોશિયલ મિડીયા અને ટેલીફોન મારફતે શુભેચ્છાઓ પાઠવી હતી, આર્ચિ પ્રજાપતિ ભવિષ્ય મા મેડીકલ ક્ષેત્રે ખુબ પ્રગતિ કરે તેવી હ્દય પુર્વક શુભકામનાઓ આપો હતી.