સરકારી બાબુઓનીએ અપાતી ભેટ-સોગાદો પર ACB ની બાજ નજર
સરકારી કર્મચારી ગીફટો કે પ્રલોભનો લેતા નજરે પડશે તો તેની સામે ACB કરશે કાર્યવાહી
Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.૨૩
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની કચેરીઓ મા જાણે કે ભેટ સોગાદો આવવાની શરૂઆત થઈ જતી હોય છે, જેને લઈને ગુજરાત રાજ્યમાં ACBએ દરેક જિલ્લા વાઈઝ અલગ અલગ ટીમો બનાવી સરકારી કચેરીઓમાં ખાનગી રાહે નજર રાખવાનો એક્શન પ્લાન તૈયાર કરી દેવામા આવ્યો છે, સરકારી કચેરીમા કોઈ સરકારી કર્મચારી કે અધિકારી ભેટ સોગાદો કે પ્રલોભનો લેતા નજરે પડશે તો તેની સામે ACB કાયદેસરની કાર્યવાહી કરશે તેવુ જાણવા મળી રહ્યુ છે.
ગુજરાતમા છેલ્લા બે ત્રણ મહિનાથી ACB સક્રીય ભુમીકામા જોવા મળી રહી છે, લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે ACBએ સકંજો કસ્યો છે. તેમ છતાં કેટલાક જાડી ચામડીના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સુધરવાનું નામ લેતા નથી. ત્યારે દિવાળીના તહેવાર દરમ્યાન સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની કચેરીઓ બહાર ભેટ સોગાદો સાથે નવા વર્ષની શુભેચ્છાઓ આપનારા લોકોનો જાણે કે રાફડો ફાટે છે.
પરંતુ આ વર્ષે દિવાળી ટાંણે કોઈ પણ સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ ભેટ સોગાદો સ્વીકારશે તો કાયમ માટે પસ્તાવાનો વારો આવી શકે છે, આ વર્ષે ACBએ આવા અધિકારીઓ અને કર્મચારીઓ પર સિકંજો કશવા ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને ગુજરાત ના તમામ જીલ્લાઓની કચેરીઓ પર બાજ નજર રાખવા ખાસ ટીમો તૈનાત કરવામા આવી છે, જે ટીમો દિવાળી ટાંણે સરકારી કચેરીઓ મા બાજ નજર રાખશે અને જો કોઈ અધિકારી કે કર્મચારી ભેટ સોગાદ સ્વીકારતા પકડાશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની એ.સી.બી. તરફથી નક્કી કરવામા આવ્યૂ છે.