ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય માં ગાંધી જયંતિ ની ઉજવણી કરાઈ
વકીલો એ ગાંધીજી ની છબી ને ફૂલહાર કરી ગાંધી જયંતિ ની ઉજવણી કરી
Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.૦૨
ફતેપુરા તાલુકામાં ૧૫૨મી ગાંધી જયંતિ ની ઉજવણી વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાં દાહોદ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ ફતેપુરા દ્વારા ન્યાય મંદિર ખાતે મેજિસ્ટ્રેટે (જજ) શ્રી દવે સાહેબ દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી અને ફૂલહાર પહેરાવી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા, સાથે રેલીને લીલી ઝંડી આપી ન્યાય મંદિર થી રેલી નું પ્રસ્થાન કરાવ્યુ હતુ, રેલીમા જાગૃતિ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી, રેલી ફતેપુરા મેઈન બજારઓમાં ફરી પરત ફરી હતી, સમગ્ર રેલીનુ સંચાલન શાળાના સુપર વાઈઝર દિનેશ પ્રજાપતિ, શિક્ષક હિતેશ પારગી તેમજ શાળા નો સ્ટાફ આ રેલી માં જોડાયા હતા.
ફતેપુરા ખાતે ભાજપ તેમજ કોંગ્રેસ ના કાર્યકરો એ ગાંધી જયંતિ ની ઉજવણી કરી હતી ફતેપુરા ભાજપ તેમજ કોંગ્રેસ ના કાર્યકરો એ ગાંધીજી ની ૧૫૨ ની જન્મ જયંતિ નિમિતે પોતાના કાર્યાલય પર ગાંધીજી ની પ્રતિમા ને પુષ્પમાળા અને સૂતર ની આટી પહેરાવી હતી.