ગુજરાત માથી વધુ એક નકલી સરકારી અધિકારીને ગાંધીનગર પોલીસે ઝડપી લીધો છે. પોતે કલેક્ટર હોવાનું કહીને પોલીસને સસ્પેન્ડ કરવાની ધમકી આપનારા આરોપીની ગાંધીનગર પોલીસે ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે.
ગુજરાતમાં જાણે નકલી સરકારી અધિકારી બનવાનું ચલણ હોય તેમ એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક નકલી સરકારી અધિકારી ઝડપાયો છે. પોતે કલેક્ટર હોવાનું કહીને પોલીસને સસ્પેન્ડ કરવાની ધમકી આપનારા આરોપીની ગાંધીનગર પોલીસે ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતના પાટનગરથી એક નકલી કલેક્ટર ઝડપાયો છે. આ નકલી કલેકટર પોલીસને ધમકી આપી રહ્યો હતો. ત્યારે હવે ગાંધીનગર પોલીસે નકલી કલેકટરને કાયદાકીય પાઠ ભણાવ્યો છે. નકલી કલેક્ટર વિશે મળતી માહિતી પ્રમાણે આરોપીએ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને બદલી કરવા જણાવ્યું હતું. આરોપી અગાઉ પણ આવી રીતે અનેકવાર ફોન કરી ચુક્યો છે. નકલી કલેક્ટર જનક પંડ્યાની પોલીસે ધરપકડ કરી લીધી છે. ડ્રાઈવિંગનો ધંધો કરતો જનક મહિલા પોલીસ મથકમાં પોલીસને ફોન કરતો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે આરોપીના પિતા અગાઉ પોલીસમાં હતા. જ્યારે બહેન પણ પોલીસમાં નોકરી કરે છે.