Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારલીમખેડા

લીમખેડા – ઝાલોદ હાઈવે પર મોટાહાથીધરા નજીક રાહદારી બે વિધાર્થીનીઓને ટ્રકે ટક્કર મારતા કરૂણ મોત: ટ્રકે બાઈકને ટક્કર મારતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

  • હિટ એન્ડ રનની ઘટના બે વિદ્યાર્થીનીઓ ના મોત
  • તિર્થ ઇન્ટરનેશનલ સ્કુલ મા અભ્યાસ કરી પરત ઘરે જતી હતી બંન્ને વિધાર્થીનીઓ
  • Advertisement
  • ટ્રકે બાઈક ને પણ ટક્કર મારતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
  • આશાષ્પદ બે દિકરીઓના મોત નિપજતા લીમખેડામાં ઘેરા શોકની લાગણી છવાઇ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.13
લીમખેડા – ઝાલોદ હાઈવે રોડ પર મોટા હાથીધરા ગામ નજીક શાળામા અભ્યાસ પુર્ણ કરી પગપાળા ઘરે જતી તિર્થ ઇન્ટરનેશનલ સ્કુલ મા ધોરણ ૧૦ અને ધોરણ-૧૨ સાયન્સની બે વિદ્યાર્થીનીઓને લીમખેડા તરફથી આવતી માતેલા સાંઢની જેમ પૂરપાટ ઝડપે આવતી ટ્રકે અડફેટમા લેતા ટ્રક ના પૈડા બંને વિદ્યાર્થિનીઓ ઉપર ચઢી જતા બંન્ને વિધાર્થીનીઓ ના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયા હતા, તે સમય દરમિયાન જ ટ્રકના ચાલકે અન્ય બાઇકને પણ ટક્કર મારતા બાઈક સવાર બે વ્યક્તિઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા.
લીમખેડા નગરમાં માર્કેટ રોડ વિસ્તારમાં આવેલા રામદેવજી મંદિરના પૂજારી લલિતકુમાર શર્મા ની પુત્રી ધોરણ-૧૦માં અભ્યાસ કરતી હિમાંશીબેન શર્મા ઉંમર વર્ષ 15 તથા લીમખેડા બજાર મા રહેત  સતીશ લક્ષ્મીનારાયણ લખારા ની પુત્રી ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી મહેક ઉર્ફે મોનું સતિષભાઈ લખારા ઉંમર વર્ષ 16 આ બંને વિદ્યાર્થીનીઓ જેતપુર ગામે આવેલી તીર્થ ઇન્ટરનેશનલ શાળામાં સવારે અભ્યાસ કરવા ગઈ હતી, શાળામા અભ્યાસ પુર્ણ કરી સાંજના ચાર વાગ્યાની આસપાસ શાળાએથી છૂટીને બંન્ને વિદ્યાર્થીનીઓ પગપાળા ઘર તરફ જઈ રહી હતી,  તે દરમિયાન સાંજના ૪.૧૫ કલાકના સુમારે રસ્તામાં મોટા હાથીધરા ગામ પાસે પહોંચતાં જ લીમખેડા તરફથી માતેલા સાંઢની જેમ પુરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકના ચાલકે આ બંને વિદ્યાર્થિનીઓને ટક્કર મારતા ટ્રકના પૈડા બંન્ને વિધાર્થીનીઓ પર ચડાવી દેતા હિમાંશી શર્મા તથા મહેક લખારા સહિત બંને બહેનપણીઓ નું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું, ત્યારબાદ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેઠેલા ટ્રકના ચાલકે અન્ય બાઈક ચાલકને પણ અડફેટમાં લીધો હતો તેથી બાઈક ઉપર સવાર રાકેશભાઈ પ્રકાશચંદ્ર લખારા તેમજ યસ અંકિત સંઘવી રસ્તાની બાજુમાં ફંગોળાઇ જતાં તેઓને પણ શરીરે નાનીમોટી ઈજાઓ થવા પામી હતી
આ બનાવ સંદર્ભે રાકેશકુમાર પ્રકાશચંદ્ર લખારાએ નોંધાવેલી ફરિયાદના પગલે લીમખેડા પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળતા તેજસ પરમાર: જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી

દાહોદ જીલ્લાની પિપલોદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પટેલ રૂપીયા ૩૦૫/- ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. એ રંગે હાથ ઝડપી લીધા: મકાનનો વેરો વસુલ લઈ પાવતી આપવાના બદલામાં રૂપિયા ૫૦૦/- ની લાંચ તરીકે માગણી કરી હતી

Panchayat Samachar24

ગંદકી થી ખદબદતું દાહોદ શહેર બીમારી ના રાક્ષસી ભરડામાં: શહેરીજનો વાયરલ ફીવર, ડેન્ગ્યુ તેમજ મચ્છર જન્ય રોગો થી ત્રાહિમામ

Panchayat Samachar24

સંજેલી તાલુકાના વાંસીયા ગામેથી બિનવારસી હાલતમા ત્યજી દિધેલ બાળક મળી આવ્યુ: પોલીસે બાળકની માતાની શોધખોળ શરુ કરી

Panchayat Samachar24

સુન્ની વક્ફ બોર્ડે ગુજરાત બેટ દ્વારકાના બે ટાપુઓ પર પોતાનો દાવો રજૂ કર્યો: ગુજરાત હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તમે શ્રીકૃષ્ણ ની નગરી પર દાવો કેવી રીતે કરી શકો?

Panchayat Samachar24

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin