બુટલેગરો દ્વારા રાજસ્થાન અને મધ્યપ્રદેશ માંથી દાહોદ જીલ્લાના માર્ગે ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારુ ઘુસાડવાના પ્રયાસો કરાય છે
Advertisement
બુટલેગરો પોલીસની નજરથી બચવા દર વખતે નવી M.O. અપનાવવામાં આવે છે.
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.30
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા નજીક પીપલોદ પોલીસ પેટ્રોલિંગ મા હતી તે સમયે મળેલ બાતમી મુજબનુ એક શંકાસ્પદ ટ્રેક્ટર થ્રેસર સાથે પસાર થતા પોલીસે ટ્રેક્ટર રોકી તપાસ કરતા ટ્રેક્ટર માથી વિદેશી દારૂ મળી આવ્યો હતો, પોલીસે કુલ રૂપીયા 11.38 લાખના દારુ સહિત મળી રૂ. 16.41 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર પીપલોદ પોલીસને ખાનગી બાતમીદાર તરફથી મળેલી બાતમીના આધારે પીપલોદ પોલીસ સ્ટાફ ભથવાડા ટોલનાકા નજીક નાકાબંધી કરી વોચ ગોઠવી ઉભા હતાં. તે સમય દરમ્યાન મળેલ બાતમી વાળુ ટ્રેક્ટર ટોલનાકા પર આવતા પોલીસે ટ્રેક્ટર ને રોકી ટ્રેક્ટરના ડ્રાઇવર અને અન્ય એક ઈસમ મળી બે વ્યકિતની ધરપકડ કરી હતી. પકડાયેલા વ્યકિતઓમા અજય બલરાજ મલીક અને સુનીલકુમાર ઉર્ફે સોનુ રાજસિંહ હરીજન, બંન્ને વ્યકિત રહેવાસી ર્મિજાપુર, તા.હોબાના, જિ.સોનીપત હરિયાણાના હોવાનુ પોલીસ તપાસમા બહાર આવ્યુ હતુ પોલીસે બંનેની ધરપકડ કરી હતી,
પોલીસે ટ્રેક્ટરની ઝડતી લેતાં ટ્રેક્ટર માથી વિદેશી દારૂની બોટલોની પેટીઓ મળી આવી હતી, જે બોટલોની ગણતરી કરતા કુલ 2770 નંગ થઈ હતી જેની અંદાજીત કુલ કિંમત રૂ. 11,38,220/- થઈ હતી, તેમજ અનાજ કાઢવાનુ થ્રેસર જેવું જ નકલી આબેહૂબ થ્રેસર ની કિંમત રૂ.500000/- અને બે મોબાઈલ ફોન સહિત નો મુદ્દામાલ મળી કુલ રૂ.16,41,220/- નો મુદ્દામાલ પીપલોદ પોલીસે જપ્ત કરી બંન્ને ઈસમો વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.