Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત ૫૭ પશુપક્ષીઓને મળ્યું નવજીવન: ઉત્તરાયણના એક જ દિવસમાં ૩૯ પશુપક્ષીઓને મળી તાત્કાલિક સારવાર: કરૂણા અભિયાન આગામી તા. ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે: આ હેલ્પ લાઇન નંબર ૦૨૬૭૩-૨૨૧૨૬૬ પર જાણ કરી શકાશે

  • દાહોદ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત ૫૭ પશુપક્ષીઓને મળ્યું નવજીવન
  • ઉત્તરાયણના એક જ દિવસમાં ૩૯ પશુપક્ષીઓને મળી તાત્કાલિક સારવાર
  • Advertisement
  • કરૂણા અભિયાન અંતર્ગત ખાનગી સંસ્થાઓ સહિત જાગૃત નાગરિકોનો મળી રહ્યો છે વ્યાપક સહયોગ
  • અબોલ જીવોને બચાવવા નાગરિકો નોંધી લે આ હેલ્પ લાઇન નંબર ૦૨૬૭૩-૨૨૧૨૬૬

 

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.15
દાહોદ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત સઘન રીતે મુંગા પશુપક્ષીઓનો બચાવ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ અભિયાન અંતર્ગત ૪૯ પક્ષીઓ સહિત ૫૭ પશુપક્ષીઓનો બચાવ કરાયો છે. પશુપક્ષીઓને તાત્કાલિક સારવાર મળતાં આ શક્ય બન્યું છે. ઉપરાંત જાગૃત નાગરિકોએ પણ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરીને પશુપક્ષીઓને બચાવવામાં સારો સહયોગ આપ્યો છે. સેવાભાવી સંસ્થાઓની સક્રિયતા પણ ખૂબ મહત્વની સાબિત થઇ છે.

જિલ્લા પશુપાલન અધિકારી ડો. કમલેશ ગોસાઇએ માહિતી આપતા જણાવ્યું કે, કરૂણા અભિયાન અંતર્ગત ફક્ત ઉત્તરાયણના જ દિવસે એટલે કે ગત તા. ૧૪ જાન્યુઆરીએ ૩૩ પક્ષીઓ સહિત કુલ ૩૯ પશુપક્ષીઓને તાત્કાલિક સારવાર આપી બચાવવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૫૭ પશુપક્ષીઓનો બચાવ કરાયો છે. મોટે ભાગે પક્ષીઓ ધારદાર દોરીઓથી ખૂબ ધાયલ થતા જોવા મળી રહ્યાં છે.
આ અભિયાન અંતર્ગત પશુપક્ષીઓના સારવાર કેન્દ્રની જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, જિલ્લા વન અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી હતી અને પશુપક્ષીઓને મળી રહેલી સારવારનું નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે ફરીથી નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, વહેલી સવારે અને મોડી સાંજે પક્ષીઓ મોટી સંખ્યામાં બહાર ઉડતા હોય છે અને તેમના ધાયલ થવાની શક્યતા વધુ છે. માટે આ સમયે પતંગ ન ચગાવવા. તેમજ પ્રતિબંધિત ધારદાર દોરીઓનો પણ ઉપયોગ ન કરવો.

જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત પશુપક્ષીઓને તાત્કાલિક સારવાર મળે એ માટે દરેક તાલુકા અને પશુ દવાખાના ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વન વિભાગ સાથે પણ સંકલન કરીને પશુ-પક્ષીઓની સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાની પશુપાલન શાખા દ્વારા ૯ જેટલી ઇમરજન્સી વાન તૈયાર રાખવામાં આવી છે. વનવિભાગની ૧૦ ટીમો આ અભિયાનમાં કામગીરી કરી રહી છે.

જિલ્લામાં શરૂ કરવામાં આવેલી ૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સ થકી તાત્કાલિક સારવાર મળી શકી હતી. પશુ દવાખાના દાહોદ ખાતે જિલ્લાકક્ષાનો કંટ્રોલરૂમ પણ ધમધમતો રહ્યો છે. આ કંટ્રોલ રૂમનો નંબર ૦૨૬૭૩-૨૨૧૨૬૬ ઉપર જાગૃત નાગરિકોએ સમયસર જાણ કરીને ઘણાં પશુપક્ષીઓનો જીવ બચાવ્યો હતો. જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પક્ષીઓને બચાવવા માટેના વિશેષ સારવાર કેમ્પનું આયોજન કરાયું છે. તેનો પણ મોટી સંખ્યામાં લાભ લેવાઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લામાં ગત તા.૧૦ થી શરૂ કરવામાં આવેલું કરૂણા અભિયાન આગામી તા. ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

Panchayat Samachar24

સુન્ની વક્ફ બોર્ડે ગુજરાત બેટ દ્વારકાના બે ટાપુઓ પર પોતાનો દાવો રજૂ કર્યો: ગુજરાત હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તમે શ્રીકૃષ્ણ ની નગરી પર દાવો કેવી રીતે કરી શકો?

Panchayat Samachar24

પૂર્વ સરપંચ મનુભાઈ ભુરીયા ફરી એકવાર દુધિયા ગામના સરપંચ તરીકે બિનહરીફ જાહેર થવાની ચર્ચાઓ, પૂર્વ સરપંચના વિકાસલક્ષી કાર્યોના કારણે ગ્રામજનોમાં ઉત્સાહ, બિનહરીફ ચૂંટણીની અટકળો તેજ

દાહોદ જીલ્લાના ખેડુતો માટે કરોડો રુપિયાની યોજનાનુ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી: રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામા આવ્યો

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પ્રજાપતિ સમાજ વડોદરાનો ત્રીજો સ્નેહ મિલન સમારોહ રણછોડજી મંદીર ફતેગંજ ખાતે યોજાયો

Panchayat Samachar24

લીમખેડાના સ્વ.ડૉ. શ્રી આર.કે.શાહ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનોએ લીમખેડા તાલુકા શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી

Panchayat Samachar24