Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકાના સુખસરમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતને નોટિસ ફટકારતા ખડભળાટ

  • સુખસર વિસ્તારના દબાણો દૂર કરવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતને નોટિસ

  • પંચાયત ધારા-1993 કલમ ૫ અન્વયે દબાણ દૂર કરવાની સત્તા ગ્રામ પંચાયતની: ટીડીઓ

  • Advertisement
  • પૈસાદાર અને વગ ધરાવતા ઈસમોએ રહેણાંક મકાન ના ખોટા પુરાવા ઊભા કરી તંત્રને ગુમરાહ કરી રહ્યા છે.

ફતેપુરા તા.19

ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી જમીનો અને ધાર્મિક સ્થળો માટે ફાળવાયેલી જમીન ઉપર ગેરકાયદેસર કબજો જમાવી દીધો છે અને પૈસાદાર અને વગ ધરાવતા ઈસમો દ્વારા રહેણાક મકાન ના ખોટા પુરાવાઓ ઊભા કરી જિલ્લા વહીવટી તંત્રને ગુમરાહ કરી રહ્યા છે. જેથી તાલુકા વિકાસ અધિકારીએ સુખસર ગ્રામ પંચાયતને તાત્કાલિક સરકારી જમીન પરના દબાણો દૂર કરી અહેવાલ રજૂ કરવા નોટિસ આપી હતી.

ફતેપુરા તાલુકાના સુખસરમાં ગૌચર જમીન સરકારી પડતર જમીન ખરાબાની જમીન તેમજ ધાર્મિક સ્થળો માટે ફાળવાયેલી જમીન પર કેટલાક પૈસાદાર અને વગ ધરાવતા ઈસમો દ્વારા ગેરકાયદેસર દબાણો કરી દેવાયા છે. જેમાં આ દબાણકર્તાઓ દ્વારા વેપાર-ધંધા માટે દબાણો કર્યા છે અને રહેણાંક મકાનો છે તેવા ખોટા પુરાવા ઊભા કરેલા છે જ્યારે આ દબાણકર્તાઓ પાસે સુખસર નગર સહિત ઝાલોદ દાહોદ માં પણ વૈભવી મકાનો આવેલા છે જેઓ ખોટા પુરાવા ઊભા કરી વહીવટી તંત્રને ગુમરાહ કરી રહ્યા છે. અને ધાર્મિક સ્થળ માટે ફાળવાયેલી જમીન અને સરકારી જમીન હડપ કરવાની કોશિશ કરી રહેલ છે જે બાબતે તાલુકા અને જિલ્લાઓમાં રજૂઆત થતાં ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા પંચાયત ધારો 1993 કલમ ૫ અન્વયે દબાણ હટાવવાની જવાબદારી ગ્રામ પંચાયતની હોવાનું જણાવ્યું દબાણો દૂર કરી અહેવાલ રજૂ કરવા ગ્રામ પંચાયત સુખસર ને નોટિસ આપવામાં આવી હતી.

પી.એસ અમલીયાર (તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા)
સુખસર ગ્રામ પંચાયતને સરકારી જમીન પરના દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે કલમ 105 મુજબ દબાણ હટાવવા ની સત્તા ગ્રામ પંચાયતને છે. જેથી દબાણ હટાવી અહેવાલ રજૂ કરવા સુચના આપી છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ખંગેલાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો જ્ઞાનયજ્ઞ, ઘરેઘરે જઇને બાળકો સમક્ષ પાથરે છે શિક્ષણનો પ્રકાશ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ચીખલી ગામે “નલ સે જલ” યોજનાનુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા ના હસ્તે કરવામા આવ્યુ

Panchayat Samachar24

દાહોદ જિલ્લા પંચાયતમાં બિરસા મુન્ડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી: ભારત દેશની આઝાદીમાં ભગવાન બિરસા મુંડાજીનું અનન્ય યોગદાન: નરેન્દ્ર સોની

Panchayat Samachar24

જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે 152મી ગાંધી જયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

જનતાની રક્ષા કરતી ગુજરાત પોલીસે પોતાનો હક્ક મેળવવા મહાઆંદોલનની કરી શરૂઆત..જાણો શું છે મુદ્દો…

Panchayat Samachar24