ફતેપુરા નગર સહિત તાલુકામા સરકારી પડતર, ખરાબા તેમજ ગૌચરની જમીનનો આવેલી છે. જે સરકારી જમીનની જાળવણી કરવાની જવાબદારી તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તલાટી કમ મંત્રી ની સંયુક્ત હોય છે, તલાટી કમ મંત્રીએ ગામની મુલાકાત દરમિયાન ગામના સરકારી સર્વે નંબરો ચકાસણી કરવાની હોય છે અને તેમાં જો કોઈ વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારની પરવાનગી વગર ગેરકાયદેસર પ્રવેશ કે દબાણ કરવામાં આવતું હોય તો તેને તાત્કાલિક આટકાવવાનુ હોય છે અને તેની જાણ તાલુકાના અધિકારીઓને કરવાની હોય છે તેમ છતાં ફતેપુરા તાલુકામાં સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓ દ્વારા ખુલ્લેઆમ કોઈપણ પ્રકારની લોક વગર સરકારી જમીનો ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે તંત્રની નજર સમક્ષ સરકારી જમીન ઉપર ધોળા દિવસે બાંધકામ ચાલતા હોવા છતાં સરકારી તંત્ર દ્વારા દબાણ થતું અટકાવવા માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે ફતેપુરા નગર સહિત તાલુકામાં સરકારી જમીન પર દબાણો દિન-પ્રતિદિન પડી રહ્યા છે ત્યારે સરકારી તંત્રની રહેમ નજર આ હું માફિયા ઉપર હોય તેવું લાગી રહ્યું છે, સરકારી જમીન પર દબાણ બાબતે જાગૃત નાગરિકો દ્વારા તાલુકાના અધિકારીઓને લેખિતમાં અનેક અરજીઓ કરવામાં આવે છે પરંતુ તંત્રના અધિકારીઓ અરજી બાબતે કોઈ તપાસ કરવામાં આવતી નથી જેના કારણે સરકારી જમીન પર દબાણ કરતા ભૂમાફિયાઓ ને ખુલ્લો દોર મળી રહ્યો છે, ફતેપુરા નગરના મોટાભાગના સરકારી સર્વે નંબર ની જમીન નો પર હાલમાં બેફામ ગેરકાયદેસર બાંધકામમાં ચાલી રહ્યા છે સ્થાનિક લોકો દ્વારા તંત્રને લેખિત તેમજ મૌખિક અનેક ફરિયાદો કરવામાં આવી છે તેમ છતાં આવા ભૂ માફિયાઓ વિરોધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે તંત્ર સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ફતેપુરા તાલુકામાં ખાસ કરીને ફતેપુરા નગરના જે સરકારી સર્વે નંબરો છે તે સર્વે નંબરોની જમીન પર ગેરકાયદેસર કરવામાં આવેલ દબાણો દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં સુતેલુ તંત્ર ક્યારે જાગશે અને ભૂ માફિયા વિરુદ્ધ ક્યારે કડક કાર્યવાહી કરશે તેના પર સવ નગરજનોની નજર છે.