દેવગઢ બારીઆ શહેરના સમડી સર્કલ ખાતે 100 સો ફુટ ઉંચા પોલ પર રાસ્ટ્ર ધ્વજ ફરકાવાયો
૭૩માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ના ભાગ રૂપે કરાયૂ આયોજન
Advertisement
કાયમ માટે 100 ફુટ ઉંચા પોલ પર 24 કલાક તિરંગો લહેરાશે
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.26
આજ રોજ દેવગઢ બારીઆ નગરપાલિકા દ્વારા ૧૦૦ ફૂટ ઉચા પોલ પર ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો જેમાં આજરોજ તેને પ્રજા અને સમસ્ત તાલુકા માટે ખુલ્લો મુકવામાં આ વ્યો આખા દાહોદ જિલ્લામાં સો પ્રથમ આટલે ઉચો ધ્વજ લહેરાવામા આવ્યો છે જ્યારે આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન
તરીકે યુવરાજ અરુણોદયસિંહ બાબા તથા મહારાણી અંબિકા કુમારીજી , પૂર્વ પાલિકા સભ્ય ગજવિજયસિંહ બાબા ઉપસ્થિતિ રહ્યા હતા
આ પ્રોગ્રામમાં ક્ષત્રિય સમાજ ની દીકરીઓ દ્વારા કલા પ્રદશન કરી કાર્યક્રમ ને આગળ ધભાવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ મા દેવગઢ બારીયા ના કસ્બા સમાજના મુસ્લિમ ભાઈ ઓ કાપડીવીસ્તારના લોકો વોહરા સમાજ તથા પીઠા સમાજના મુસ્લિમ ભાઈઓ એ પન એકતાનો પ્રતિક દાખવ્યું હતુ આ કાર્યક્રમ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુભાઇ ખાબડ ના હસ્તે(100)ફુટ ઉચા ધ્વજ નો ઓપનીગ કરી નગર ખાતે ખુલ્લો મુકીયો હતો.
આમા પાલિકા પ્રમુખ ડો.ચાર્મીબેન સોન , પાલિકા ઉપપ્રમુખ ગોેરાંગભાઇ પંડ્યા, પાલિકા ચીફ ઓફિસર વિજય ઇટાલીયા , તેમજ દેવગઢબારિયા નગરપાલિકાના તમામ કર્મચારીઓ અને નગરપાલિકાના તમામ વોર્ડનાં સભ્યો અને દેવગઢબારીયા શહેરના સર્વ સમાજના વડીલો તેમજ દેવગઢબારિયા તાલુકાના આજુબાજુના ગ્રમ્ય વિસ્તારના યુવામિત્રો, વડીલો, મોટી સંખ્યામાં મહાનુભવઓ ઉપસ્થિત રહ્યા હતાં.