Panchayat Samachar24
Breaking News
ગોધરાતાજા સમાચારપંચમહાલ

ગોધરા ચાઇલ્ડ હેલ્પ લાઇનને ખજૂરી ગામે બાળ લગ્નની મળી હતી ફરિયાદ: ટીમ લગ્ન માંડવે પહોંચે તે પહેલા પરિવારજનોએ બાળ લગ્ન કરાવી જાનને વળાવી દીધી

  • બાળ લગ્ન કરાવતાં વરરાજા, સગીરાના માતા, પિતા સહિત 5 લોકો સામે ફરિયાદ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.11

ખજુરી ગામની સગીર કન્યાના લગ્ન પતંગડી ગામના યુવક સાથે નક્કી થયા હતા, લગ્ન ગ્રથી જોડાનાર વર-અને કન્યા ની સરકાર ના નિયમો અનુસાર લગ્ન માટે નિર્ધારીત ઉમર નહિ હોવાની ફરિયાદ ગોધરા બાળ લગ્ન પ્રતિબંધક અધીકારીને કરાઈ હતી, ટીમ પોલીસ સાથે લગ્ન અટકાવવા માટે લગ્ન મંડપ મા પહોચે તે પહેલા પરિવારજનોએ લગ્ન કરાવીને જાનને વળાવી દેતા પોલીસે 5 ઈસમો વિરુદ્ધ સામે ફરીયાદ દાખલ કરી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર ગોઘરા ચાઇલ્ડ હેલ્પ લાઇન ને ખજુરી ગામે બાળલગ્ન થવાના હોવાની જાણ બપોરે 12.30 વાગ્યે થઈ હતી. જે ફરિયાદ ને પગલે ગોધરા જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારી જે.એચ.લખારા તથા બાળ સુરક્ષા અઘિકારી જે.પી.પંચાલ તથા લીગલ ઓફિસર ભાવનાબેન, ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ, ગોઘરા તાલુકા પોલીસ સ્ટાફ સાથે રાખી ખજૂરી ગામે સ્થળ તપાસ કરતા કિશોરીનાં બાળલગ્ન બપોરે 12 વાગે થઇ ગયા હતા. અને સગીરાને લઇને જાન દાહોદના પતંગડી ગામે સાસરીમાં જતી રહી હતી, અધીકારીએ સગીરાના માતા પિતા પાસે સગીરાની ઉમંરના પુરાવા અને લગ્નની કંકોત્રી માંગીને તપાસ કરતાં 16 વર્ષ અને 5 માસની હોવાનું જાણવા મળી આવ્યું હતુ. જયારે લગ્ન કરવા આવનાર વરરાજાની ઉમંર પણ લગ્નની ઉમંર 21 વર્ષ કરતાં નાની હતી. અધિકારી અને પોલીસે તપાસ કરતાં બાળલગ્ન થયા હોવાના પુરાવા મળતા આ લગ્ન કરનાર વરરાજા અને તેના માતા પિતા તથા કિશોરીના માતા-પિતા સહિત કુલ 5 ગુનેગારો સામે ગોધરા તાલુકા પોલીસ મથકે બાળલગ્ન પ્રતિબંઘક કાયદા હેઠળ ગુનો નોંઘવામાં આવ્યો હતો.
Advertisement

સંબંધિત પોસ્ટ

ઝાલોદ તાલુકાના ખુટાનખેડા ગામે ફટાકડાના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી : ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ફતેપુરા CHC ની લીધી મુલાકાત : કોરોના સર્વેલન્સની કામગીરી વધારવા જણાવ્યું

Panchayat Samachar24

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનાં અધ્યક્ષ તરીકે ગોરધનભાઈ ઝડફીયાની નિમણુંક

Panchayat Samachar24

દાહોદના વિકાસના શિલ્પી બચુભાઈ ખાબડની મધુર વાણીથી વિરોધીઓના ષડયંત્રો અને સત્તાના સપનાઓ ચકનાચૂર

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ખેડુતો માટે કરોડો રુપિયાની યોજનાનુ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી: રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામા આવ્યો

Panchayat Samachar24

લીમખેડાના ઉમેદપુરા થી મરતોલી જતા પગપાળા સંઘને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા

Panchayat Samachar24