સ્વ.ડૉ. શ્રી આર.કે.શાહ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિએ પરિવારજનોએ વિધાર્થીઓને તિથિભોજન કરાવ્યુ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.09
લીમખેડા માં સ્વ. ડૉ. શ્રી આર કે શાહ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેઓના પરિવાર દ્વારા તાલુકા શાળા લીમખેડા ના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતુ.
લીમખેડા માં છેલ્લા ૭ દાયકા સુધી તબીબી સેવા આપનાર મોઢીયા સાહેબ ના હુલામણાં નામથી જાણીતા ડોક્ટર આર કે શાહની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજે તેઓના પરિવાર દ્વારા લીમખેડામાં તાલુકા પ્રાથમિક શાળામાં બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું હતું.
આ દરમિયાન ડોક્ટર આર.કે શાહના પુત્રો વ્રજેશભાઈ શાહ, પ્રિતેશભાઈ શાહ અને બકુલભાઈ શાહ સહિત તેમના પરિવારજનો અને ઉપસ્થિત બાળકો દ્વારા મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી લીમખેડા તાલુકા પ્રાથમિક શાળાના બાળકોએ આજે સ્વ. ડોક્ટર આર. કે શાહ ના સ્મરણમાં તિથી ભોજનનો લાભ લીધો હતો.