Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

સ્માર્ટ સીટી દાહોદ ની સામાન્ય વરસાદ માંજ ખુલી પોલ… રેલ્વે અંડર બ્રિજ પાસે ગોદી રોડ પર ટ્રકે યોગ દિવસે પાલિકા ના કાર્યો થી કર્યો યોગ… ટ્રક ફસાતા ટ્રાફિક જામ ના દ્રષ્યો

  • દાહોદ શહેરમાં કરેલા બેફામ ખોદકામને કારણે રસ્તાઓ બિસ્માર હાલતમા
  • પ્રમથ વરસાદ મા જ રસ્તામા ભુવો પડતા ટ્રક ખાડામાં ફસાઇ
  • Advertisement
  • ટ્રક ફસાતા વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
  • દાહોદ મા ધોધમાર વરસાદ વરસસે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે તે કહેવું મુશ્કેલ છે.
દાહોદ તા.21
દાહોદ જિલ્લામાં મેઘરાજા ની સવારી આવી પહોંચી છે અને મેઘમહેર પણ શરુ થઇ છે. ત્યારે દાહોદ શહેર સહિત જિલ્લા ના તમામ તાલુકાઓમા ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે દાહોદ શહેર મા પ્રથમ વરસાદ પડતા ની સાથે નગર પાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ હતી, દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ઠેર ઠેર ખોદકામ કરવામા આવી રહ્યુ છે,  શહેરમાં સામાન્ય વરસાદથી જ ખોદકામને કારણે શહેર મા ઠેર ઠેર કાદવ કીચડ જોવા મળી રહ્યુ છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે શહેર ના રેલ્વે અંડર બ્રીજના બીજા બાજુના ગોદી રોડ વિસ્તારમાં રોડ  પર મોટો ભૂવો પડતા એક ટ્રક ખાડામાં ફસાઇ ગઈ હતી.

સંબંધિત પોસ્ટ

સંજેલી પંથકમાં દિપડાનો આતંક: વાણીયાઘાટીમાં દિપડાએ વાછરડાનો શિકાર કરતા પંથકમાં ભયનો માહોલ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ફતેપુરા CHC ની લીધી મુલાકાત : કોરોના સર્વેલન્સની કામગીરી વધારવા જણાવ્યું

Panchayat Samachar24

વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત લીમખેડાની સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ખેડુતો માટે કરોડો રુપિયાની યોજનાનુ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી: રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામા આવ્યો

Panchayat Samachar24

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને પાંચ કિલો મફત અનાજ આપશે: રેશનકાર્ડ ધારકને પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો દાળ મફત મળશે

Panchayat Samachar24

ગોધરા ચાઇલ્ડ હેલ્પ લાઇનને ખજૂરી ગામે બાળ લગ્નની મળી હતી ફરિયાદ: ટીમ લગ્ન માંડવે પહોંચે તે પહેલા પરિવારજનોએ બાળ લગ્ન કરાવી જાનને વળાવી દીધી

Panchayat Samachar24