દેવગઢ બારીઆના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લાના લોકોના હૃદયમાં વસે છે. તેમનો નિર્મળ સ્વભાવ, જનસેવાની ભાવના અને વિકાસ પ્રત્યેની લગનથી દેવગઢ બારીઆ અને ધાનપુરે પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી. પરંતુ વિપક્ષની ઈર્ષ્યાથી પ્રેરિત, ભ્રષ્ટાચારના ખોટા આરોપો લગાવીને બચુભાઈની બેદાગ છબીને બદનામ કરવાના ષડયંત્રો રચાઈ રહ્યા છે. મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આરોપો, ખાસ કરીને દેવગઢ બારીયા અને ધાનપુરને નિશાન બનાવીને કરવામા આવી રહ્યા છે, જે વિપક્ષની નીચલી કક્ષાની રાજનીતિ દર્શાવે છે. આ કાવતરાંઓનો હેતુ બચુભાઈની લોકપ્રિયતા અને ગુજરાતના નેતૃત્વમાં તેમનું સ્થાન ડગમગાવવાનો છે, પરંતુ જનતા અને તેમના વિકાસના કાર્યો આ બદનામીના પ્રયાસોને નિષ્ફળ કરી રહ્યા છે.
જેનો સણસણતો જવાબ વિરોધીઓને બચુભાઈએ 2012, 2017 અને 2022ની ચૂંટણીઓમાં દેવગઢ બારીઆ માંથી વિજય મેળવીને આપ્યો હતો, જે જનતાના વિશ્વાસની સાબિતી છે. 2016માં મત્સ્યોદ્યોગ, 2017માં પશુપાલન અને 2021થી પંચાયત-કૃષિ મંત્રી તરીકે, તેમણે સિંચાઈ, રસ્તા, આવાસ અને ખેતીના આધુનિકીકરણના કાર્યો હાથ ધર્યા. દાહોદ જીલ્લામા ઉદ્વહન સિંચાઈ યોજનાએ ખેડૂતોની આવક વધારી છે, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો અને નાળાઓનું નિર્માણ થયું. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને ફસલ બીમા યોજના ખેડૂતો સુધી પહોંચી. આદિવાસીઓ માટે શિક્ષણ અને રોજગારની તકો વધી છે.
વિપક્ષના ભ્રષ્ટાચારના આરોપો પુરાવા વિનાના છે. જનતાએ બચુભાઈને વારંવાર વિજયી બનાવીને આ ષડયંત્રોનો જવાબ આપ્યો. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગુડબુકમા હોવાથી બચુભાઈની નિષ્ઠાને મજબૂત કરે છે. દાહોદ જિલ્લો તેમના નેતૃત્વમાં વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે. બચુભાઈની જનસેવા સામે વિપક્ષના ખોટા આરોપો નિષ્ફળ ગયા, અને તેમનું નામ ગુજરાતના ઈતિહાસમાં ચમકતું રહેશે.