Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારધાનપુર

દાહોદ જીલ્લાના ઘાનપુુુર ગામે પરંપરાગત ચાડીયાનો મેળો ભરાયો: ગોળની પોટલી લેવા યુવાનો માર ખાતા ચઢે છે આંબાના ઝાડ પર

  • દાહોદ જીલ્લાના ઘાનપુુુર ગામે ચાડીયાનો મેળો ભરાયો
  • આબા ના ઝાડ ની ટોચ ઉપર કાપડમા ગોળ , ખજુર, નારીયળ, સહિત રોકડ ઇનામમાં મુકતા હોય છે
  • Advertisement
  • આદિવાસી સમાજ ના લોકગિતો ગાતી ગાતી અંબા ના ઝાડ ની ગોળ ફરતી હોય છે
ડેસ્ક પંચાયત સમાચાર તા.20
દાહોદ જિલ્લાના ઘાનપુર ગામે ચાડીયાનો મેળો ભરાયો હતો જેમાં આજુ-બાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મેળાની મઝા માણવા ઉમટી ૫ડ્યા હતા, જેમાં રાજય સરકારના પૂર્વમંત્રી બચુભાઇ ખાબડે ૫ણ હાજરી આપતા લોકોના ઉત્સાહમાં વઘારો થયો હતો, આ મેળામાં વર્ષો જુની પરંપરાને લોકો એ નિહાળીને  મંત્ર મુગ્ઘ થયા હતા.
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો હોવાથી અહી ના આદિવાસી સમાજમા હોળી ના તહેવારનું વિશેષ મહત્વ હોય છે. દાહોદ જીલ્લાના આદિવાસી સમાજ હોળી નજીક આવતા જ જાણે દિવાળી જેવો માહોલ જોવા મળતો હોય છે . ત્યારે હોળીના તહેવારની શરૂઆત ફાગણ સુદ અગીયારના દિવસે ભરતા મેળાની સાથે શરૂ થઈ જતી હોય છે . ત્યારે દાહોદ જિલ્લા ના ધાનપુર ખાતે ધુળેટી ના બિજા દિવસે ઉજવાતા ચાડીયા ના મેળા નુ પણ આદિવાસી સમાજમાં વિશેષ મહત્વ હોય છે . તેમજ આ મેળા મા આદિવાસી સમાજ ના લોકો મોટી સંખ્યા મા જોડાતા હોય છે . ત્યારે આ મેળા મા આદિવાસી સમાજ ના લોકો પોતાના ઢોલ , કુંડી,થાળી જેવા વાજીંત્રો લઈને આવતા હોય ને આદિવાસિ સમાજ ના ગીતો તેમજ ઢોલ વગાડી ને આનંદ લેતા હોય છે . તેમજ આ મેળા વર્ષો જુની ચાલી આવતી ચાડીયા ની પરંપરા ને નિહાળાવા લોકો મોટી સંખ્યા મા આવતા હોય છે . આ મેળા મા મેળો યોજાવાના સ્થાન ૫ર મઘ્યમાં  આવેલ આબા ના ઝાડ ની ટોચ ઉપર કાપડમા ગોળ , ખજુર, નારીયળ, સહિત રોકડ ઇનામમાં મુકતા હોય છે . તેમજ આ ગોળ ની પોટલી લેવા યુવાનો થનગનતા હોય છે . ત્યારે અંબા ના ઝાડ ની ફરતે મહીલા ઓ વાંસ ની સોટી લઈ ને આદિવાસી સમાજ ના લોકગિતો ગાતી ગાતી અંબા ના ઝાડ ની ગોળ ફરતી હોય છે  ત્યારે સૌ પ્રથમ તો ધાનપુર ગામ ના આગેવાનો દ્વારા ધાનપુર તાલુકા ના ગામો ના નામ બોલતા હોય છે , અને એ ગામ માથી જે પણ યુવાન ની અંબા ઝાડ ઉપર મુકેલી પોટલી લેવા માટે મહીલા ઓ ની વાંસ ની સોટી ઓ ની માર ખાતા ખાતા અંબા ના ઝાડ ઉપર ચઢી ને પોટલી લઈને ગામ નુ નામ રોષન કરતા હોય છે . અને આનંદ નો મજા લેતા હોય છે , આ ચાડીયો કરવા પાછળ નુ કારણ આ એક વર્ષો થી ચાલી આવતી પરંપરા છે તેમજ લોકો સંતાન સુખ ની પ્રાપ્તિ, માટે પણ ગોળ ની પોટલી ઉતારવાની માનતા રાખતા હોય છે .
ત્યારે આ મેળા મા મહીલા ઓ પણ યુવાનો ને સોટી મારી ને આનંદ લેવા માટે પણ થનગનતી હોય છે . તેમજ બહાર ગામ થી લોકો મોટી સંખ્યા મા લોકો મેળો નિહાળવા માટે આવતા હોય છે .

સંબંધિત પોસ્ટ

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓમાં ઓ.એન.જી.સી દ્વારાગરીબ પરિવારના વિદ્યાર્થીઓને નોટબુકનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ

ભૂ-માફીયાઓ વિરુદ્ધ ની સરકારની મુહીમને ઘોળીને પી જતુ દાહોદ જીલ્લા વહીવટી તંત્ર: ફતેપુરાની સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દુર નહિ કરાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 31 કેસ નોંધાયા: જીલ્લામાં એક્ટીવ કેસોનો આંકડો 216 પહોંચ્યો

Panchayat Samachar24

ભાજપના નેતા અને દેવગઢ બારીઆ APMC ના ચેરમેન ભરત ભરવાડના પંચેલા સ્થિત બંગલે ધાડપાડુઓ ત્રાટક્યા: રુપિયા ૩૧.૬૨ લાખની લૂંટ ચલાવી લૂંટારુ ટોળકી ફરાર: લૂંટારુઓ પોલીસ પક્કડથી દુર

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં વધતા કેસોને લઇ કલેક્ટરનો મહત્વનો નિર્ણય: વેપાર-ધંધો કરનારે કોરોના નેગેટીવ હોવાનું ટેસ્ટીંગ કાર્ડ સાથે રાખવાનું રહેશે : વેપારીઓ-દુકાનદારો-ફેરિયાઓએ દર ૧૦ દિવસે કોરોના ટેસ્ટ ફરજીયાત

Panchayat Samachar24