Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતી પોલીસ: સંજેલી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ દારૂ ભરેલી બોલેરોનું પાઇલોટિંગ કરતાં ઝડપાયો: ઝાલોદની ધાવડિયા ચેકપોસ્ટ ખાતે બેફામ બનેલા બૂટલેગરોએ પોલીસની ગાડીને ટક્કર મારી ફરાર થવાનો કર્યો પ્રયાસ: પોલીસે 13 કિ.મી. પીછો કરી બોલેરો ચાલકને ઝડપી પાડી રૂા.૧.૫૪ લાખના દારૂ સાથે રૂા .૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો: પોલીસ કોન્સ્ટેબલ સહિત 2 આરોપીઓની કરી ધરપકડ

  • સંજેલી પોલીસ મથકના પોલીસ કર્મચારીએ બૂટલેગરોની મદદ કરતાં ચાર સામે ફરિયાદ
  • ઝાલોદની ધાવડિયા ચેકપોસ્ટ ખાતે બેફામ બનેલા બૂટલેગરોએ પોલીસ કાફલાની ગાડીને ટક્કર મારી
  • Advertisement
  • પોલીસે જ પોલીસની જીપ આગળ કાર આડી કરી
  • કોન્સ્ટેબલ રાજસ્થાનના ભીલકુવાથી દારૂની ગાડીનું પાયલોટિંગ કરતો હતો
  • પોલીસે કાર ચાલકને ઝડપી પાડી રૂા . ૧.૫૪ લાખના દારૂ સાથે રૂા .૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • ધાવડિયાથી 13 કિ.મી. પીછો કરી જીપ પકડી, રૂા.1,54,815ની 596 બોટલ મળી
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.16
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેકપોસ્ટ ખાતે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલ બુટલેગરોની મદદમાં સંજેલી પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ નિનામા બુટલેગરોની મદદ કરી હાઈવે પર વાહન ચેકિંગ કરતા ઝાલોદ પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓની કાયદેસરની ફરજમાં અડચણ ઉભી કરી અને પોલીસ કાફલાની સરકારી ગાડીને બુટલેગરો દ્વારા ટક્કર મારવામા આવી હતી. સમગ્ર પ્રકરણ મા ઘટના સ્થળેથી પોલીસે ફરાર થયેલ એક બોલેરો ગાડીનો 13 કી.મી પીછો કરી ચાલકને ઝડપી પાડી રૂા .૧,૫૪,૮૧૫ ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા . ૩,૦૪,૮૧૫ ના મુદ્દામાલ સાથે સંજેલી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી. અને  પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી અન્ય બે ફરાર આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
પ્રાપ્ત વિગત અનુસાર તા.૧૫ મી જાન્યુઆરીના રોજ ઝાલોદ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ધાવડીયા ચેકપોસ્ટ ખાતે ઝાલોદ બાયપાસથી મેલણીયા આઈ.ટી.આઈ.ના તરફવાળા રસ્તે વોચ ગોઠવી ઉભી હતી. આ દરમ્યાન ત્યાંથી એક બોલેરો ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી.

બોલેરો ગાડી નજીક આવતાંની સાથે પોલીસે ગાડી ઉભી રખાવવાની કોશીષ કરી હતી . આ દરમ્યાન ગાડીનો ચાલક રોહીતકુમાર દિનેશભાઈ રાવત અને તેની સાથે પિન્ટુ ઉર્ફે નિતીનભાઈ રયલાભાઈ પરમારે પોતાને બોલેરો ગાડીથી ફરજમાં ઉભેલ પોલીસ કર્મચારીની ગાડીને અડફ્ટમાં લીધી હતી અને પોલીસ કર્મચારીની ગાડીને નુકસાન પહોંચાડ્યું હતું, આ બાદ બુટલેગર પિન્ટુ પરમાર પોલીસને ચક્મો આપી ભાગી છુટ્યો હતો જ્યારે પોલીસે ગાડીના ચાલક રોહીતકુમારને ઝડપી પાડ્યો હતો, આ દરમ્યાન સંજેલી પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલ પ્રકાશભાઈ નરસીંગભાઈ નિનામાએ અને તેની સાથે વિદેશી દારૂ ભરી આપનાર ઠેકાના માલિક એમ આ બંન્ને જણાએ ઉપરોક્ત દારૂ ભરેલ બોલેરો ગાડીને રક્ષણ આપવા માટે અને બુટલેગરોને મદદરૂપ થવા માટે પોતાની નંબર વગરની ગાડીમાં પાઈલોટીંગ કરતો હતો, પોલીસે ઝડપી પાડેલ બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયર કીમત રૂા . ૧,૫૪,૮૧૫ ના દારૂના જથ્થા સાથે બોલેરો ગાડીની કિંમત મળી કુલ રૂા . ૩,૦૪,૮૧૫ ના મુદ્દામાલ સાથે ચાલક રોહીતકુમાર તેમજ તેને મદદરૂપ થનાર સંજેલી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ નિનામા ની અટકાયત કરી હતી, જ્યારે તેમની સાથેના પિન્ટુભાઈ અને વિદેશી દારૂ ભરી આપનાર રાજસ્થાનના ઠેકાના માલિક વિરૂધ્ધ ઝાલોદ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી બંને ફરાર ઈસમોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

દારૂની ગાડીના પાયલોટિંગ સાથે પોલીસ કર્મચારીઓની જ જીપની ગેરકાયદે અટકાયત કરનાર કોન્સ્ટેબલ પ્રકાશસ સંજેલી પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો. જોકે, હાલમાં પોલીસ ભરતીની કાર્યવાહીમાં ફરજ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યાંની ફરજ છોડીને પ્રકાશ કઇ રીતે દારૂની ગાડીનું પાયલોટિંગ કરવા માટે આવ્યો તે પણ તપાસનો વિષય બન્યો છે. દારૂની ગાડીનું પાયલોટિંગ કરતાં પોલીસ કોન્સ્ટેબલ સહિતના બુટલેગરો સામે ઇપીકો 186, 279, 341, 427 પ્રોહિબિશન એક્ટ 65(ઇ), 81, 83(એ), 97(સી), 98(2), 116(બી), મોટર વ્હીકલ એક્ટ 177, 183 અને 184 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ એક જ ઘટનામાં દારૂની હેરાફેરી, સરકારી કામમાં રૂકાવટ, અકસ્માત, ગેરકાયદે અટકાયત અને નુકસાન મળી કુલ 5 પ્રકારના ગુના આચર્યા હોવાનું જાણવા મળ્યુ હતું.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ગુજરાત રાજ્ય મહિલા આયોગે લીમખેડાના Dy.SP ડો.કાનન દેસાઈને શક્તિ એવોર્ડથી કર્યા સન્માનિત

Panchayat Samachar24

સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર દબાણ થાય તો જે તે સર્કલ ઓફિસર અને મામલતદારની જવાબદારી નક્કી કરતો પરિપત્ર મહેસૂલ વિભાગ દ્વારા બહાર પડાયો

Panchayat Samachar24

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પદભાર સંભાળતા શ્રી મિલિંદ બાપના

Panchayat Samachar24

ફતેપુરામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય…ગ્રામજનો ત્રાહિમામ…ગ્રામ પંચાયત તંત્ર નિદ્રાધીન

Panchayat Samachar24

દાહોદ જિલ્લા પંચાયત ખાતે 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ: પ્રમુખ શીતલ કુમારી વાઘેલાએ તિરંગો લહેરાવી સલામી આપી

Panchayat Samachar24

ગુજરાત રાજ્યના ઇન સર્વિસ તબીબોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને 25-મી જુન થી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી: તબીબોએ અગાઉ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો

Panchayat Samachar24