Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

54મો દાહોદ જિલ્લા યુવા ઉત્સવ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની ઉપસ્થિતિમાં સીંગવડ તાલુકાના નાના આંબલીયા ગામે યોજાયો

  • સીંગવડના નાના આંબલીયા ગામ ખાતે ૫૪ મો દાહોદ જિલ્લા યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો
  • દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
  • Advertisement
  • કાર્યક્રમમાં નવરાત્રી રાસ ગરબા સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.30
દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકાના નાના આંબલીયા ગામે આવેલ સરદાર પટેલ વિદ્યાલય ખાતે ૫૪ મો દાહોદ જિલ્લા યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવરાત્રી રાસ ગરબા સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાત વિધાનસભાના દંડક કટારાએ આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓ-યુવાનો આવી સ્પર્ધાઓમાં ભાગ લઇને પોતાના રસના વિષયમાં નવી ક્ષિતિજોને સર કરી શકે છે. વિદ્યાર્થીઓ નાની વયથી જ પોતાના રસના વિષયમાં પારંગતતા હાંસલ કરવાનું લક્ષ રાખીને આગળ વધે. રાજ્ય સરકાર દ્વારા તેમના વિકાસ માટે જરૂરી તમામ સહાયતા અપાઇ રહી છે.

યુવા મહોત્સવમાં સંબોધન કરતાં સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ભારત, શ્રેષ્ઠ ભારત, નયા ભારતના લક્ષ સાથે યુવાનો-વિદ્યાર્થીઓના ઉન્નત ભવિષ્ય માટે પ્રયાસરત છે. આપણા આદિવાસી વિદ્યાર્થીઓ-યુવાનોમાં અનેક સુષુપ્ત શક્તિઓ પડેલી છે. જે આવા કાર્યક્રમો થકી દીપી ઉઠે છે. પ્રધાનમંત્રીએ યુવાનોના વિકાસ માટે અનેક યોજનાઓ અને મહત્વનાં પગલાઓ લીધા છે ત્યારે યુવાનોએ પણ દેશનાં વિકાસ માટે પોતાની તમામ શક્તિઓને લગાવી દેવી જોઇએ.
૫૪માં જિલ્લા કક્ષાના યુવા મહોત્સવમાં વિદ્યાર્થીઓએ ઉમંગ સાથે ભાગ લીધો હતો.

આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા, ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર, સરદાર પટેલ વિદ્યાલયના સંસ્થાપક કંચનબેન ભાભોર, શિક્ષણ સમિતિના ચેરમેન  પ્રફુલ્લભાઇ ડામોર, તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી વિરલ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

સંબંધિત પોસ્ટ

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા લીમખેડા બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી લીમખેડા નગર સજ્જડ બંધ રહ્યુ

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના ચુંદડી ગામની પરિણીતાએ શહેરાના પોયાડા ગામના સાસરિયાઓ વિરુદ્ધ શારિરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

Panchayat Samachar24

આમ આદમી પાર્ટીએ દાહોદ જિલ્લામાં શરૂ કર્યું ‘ગુજરાત જોડો સદસ્યતા અભિયાન’, 1,50,000થી વધુ સદસ્યો બનાવવાનું લક્ષ્ય, સદસ્યતા માટે 9512040404 પર મિસ કોલ કરો

ફતેપુરામા વણીક સમાજ દ્વારા ભગવાન શ્રીરામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી

Panchayat Samachar24

રામાયણ ટીવી સિરિયલમાં ‘લંકેશ’ તરિકે અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની ઉંમર મુંબઈ મા થયુ અવસાન, ગુજરાતી સિનેમા જગતમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24

લીમખેડા તાલુકાની દાભડા તળાવ ફળીયા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજના અપમાન મામલાને પાંચ મહિના જેટલો સમય વિતવા છતા કોઈ કાર્યવાહી નહી કરાતા ભીનું સંકેલાયાની આશંકા

Panchayat Samachar24