આબા ના ઝાડ ની ટોચ ઉપર કાપડમા ગોળ , ખજુર, નારીયળ, સહિત રોકડ ઇનામમાં મુકતા હોય છે
Advertisement
આદિવાસી સમાજ ના લોકગિતો ગાતી ગાતી અંબા ના ઝાડ ની ગોળ ફરતી હોય છે
ડેસ્ક પંચાયત સમાચાર તા.20
દાહોદ જિલ્લાના ઘાનપુર ગામે ચાડીયાનો મેળો ભરાયો હતો જેમાં આજુ-બાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મેળાની મઝા માણવા ઉમટી ૫ડ્યા હતા, જેમાં રાજય સરકારના પૂર્વમંત્રી બચુભાઇ ખાબડે ૫ણ હાજરી આપતા લોકોના ઉત્સાહમાં વઘારો થયો હતો, આ મેળામાં વર્ષો જુની પરંપરાને લોકો એ નિહાળીને મંત્ર મુગ્ઘ થયા હતા.
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો હોવાથી અહી ના આદિવાસી સમાજમા હોળી ના તહેવારનું વિશેષ મહત્વ હોય છે. દાહોદ જીલ્લાના આદિવાસી સમાજ હોળી નજીક આવતા જ જાણે દિવાળી જેવો માહોલ જોવા મળતો હોય છે . ત્યારે હોળીના તહેવારની શરૂઆત ફાગણ સુદ અગીયારના દિવસે ભરતા મેળાની સાથે શરૂ થઈ જતી હોય છે . ત્યારે દાહોદ જિલ્લા ના ધાનપુર ખાતે ધુળેટી ના બિજા દિવસે ઉજવાતા ચાડીયા ના મેળા નુ પણ આદિવાસી સમાજમાં વિશેષ મહત્વ હોય છે . તેમજ આ મેળા મા આદિવાસી સમાજ ના લોકો મોટી સંખ્યા મા જોડાતા હોય છે . ત્યારે આ મેળા મા આદિવાસી સમાજ ના લોકો પોતાના ઢોલ , કુંડી,થાળી જેવા વાજીંત્રો લઈને આવતા હોય ને આદિવાસિ સમાજ ના ગીતો તેમજ ઢોલ વગાડી ને આનંદ લેતા હોય છે . તેમજ આ મેળા વર્ષો જુની ચાલી આવતી ચાડીયા ની પરંપરા ને નિહાળાવા લોકો મોટી સંખ્યા મા આવતા હોય છે . આ મેળા મા મેળો યોજાવાના સ્થાન ૫ર મઘ્યમાં આવેલ આબા ના ઝાડ ની ટોચ ઉપર કાપડમા ગોળ , ખજુર, નારીયળ, સહિત રોકડ ઇનામમાં મુકતા હોય છે . તેમજ આ ગોળ ની પોટલી લેવા યુવાનો થનગનતા હોય છે . ત્યારે અંબા ના ઝાડ ની ફરતે મહીલા ઓ વાંસ ની સોટી લઈ ને આદિવાસી સમાજ ના લોકગિતો ગાતી ગાતી અંબા ના ઝાડ ની ગોળ ફરતી હોય છે ત્યારે સૌ પ્રથમ તો ધાનપુર ગામ ના આગેવાનો દ્વારા ધાનપુર તાલુકા ના ગામો ના નામ બોલતા હોય છે , અને એ ગામ માથી જે પણ યુવાન ની અંબા ઝાડ ઉપર મુકેલી પોટલી લેવા માટે મહીલા ઓ ની વાંસ ની સોટી ઓ ની માર ખાતા ખાતા અંબા ના ઝાડ ઉપર ચઢી ને પોટલી લઈને ગામ નુ નામ રોષન કરતા હોય છે . અને આનંદ નો મજા લેતા હોય છે , આ ચાડીયો કરવા પાછળ નુ કારણ આ એક વર્ષો થી ચાલી આવતી પરંપરા છે તેમજ લોકો સંતાન સુખ ની પ્રાપ્તિ, માટે પણ ગોળ ની પોટલી ઉતારવાની માનતા રાખતા હોય છે .
ત્યારે આ મેળા મા મહીલા ઓ પણ યુવાનો ને સોટી મારી ને આનંદ લેવા માટે પણ થનગનતી હોય છે . તેમજ બહાર ગામ થી લોકો મોટી સંખ્યા મા લોકો મેળો નિહાળવા માટે આવતા હોય છે .