Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું : આરોગ્યની ૨૬૧૩ ટીમો દરરોજ 3-લાખ લોકોની કરેછે આરોગ્ય તપાસ : આરોગ્ય વિભાગ દ્વારા દવાઓની ખાસ કીટ તૈયાર કરવામાં આવી

  • દાહોદમાં લોકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવા માટે આરોગ્ય વિભાગે ૨૬૧૩ ટીમોના ધાડા ઉતાર્યા
  • નાગરિકોને કોરોનાથી બચાવવા માટે પ્રતિદિન ત્રણ લાખથી વધુ લોકોના આરોગ્યની કરાતી તપાસ
  • Advertisement
  • આરોગ્ય વિભાગ દ્વારા નવતર પ્રયોગ, દવાઓની ખાસ કિટ બનાવી દર્દીઓને અપાઇ રહી છે
  • કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ૫૧૧, પિન્ક સ્પોટમાં ૨૨૦ તથા અંબર એરિયામાં ૫૪ ટીમ કામ કરી રહી છે

દાહોદમાં પ્રસરી રહેલા કોરોના વાયરસ સંક્રમણને કાબૂમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા બનાવવામાં આવેલી ૨૬૧૩ ટીમો દ્વારા પ્રતિદિન ૩ લાખથી પણ વધુ લોકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. સર્વે, ટેસ્ટ અને આઇસોલેટની રણનીતિ લઇ આરોગ્ય વિભાગે કોરોના વાયરસ સામે મોરચો માંડ્યો છે. તેમાં કેટલાક નવતર અભિગમ પણ અપનાવવામાં આવ્યા છે. સર્વેની સાથે જરૂર લાગે તેવા દર્દીઓને માટે એક દવાની કિટ્સ પણ આપવામાં આવી રહી છે.
સર્વે અંગેની માહિતી આપતા આરોગ્ય વિભાગના ડો. રાકેશ વહોનિયાએ જણાવ્યું કે, દાહોદમાં આરોગ્ય વિભાગ દ્વારા ૨૬૧૩ જેટલી જુદી જુદી ટીમો ફિલ્ડમાં કામગીરી કરી રહી છે. આ ટીમો દ્વારા પ્રતિદિન ત્રણ લાખથી પણ વધુ લોકોના આરોગ્યની તપાસણી થાય છે. ગઇ કાલના જ આંકડા ઉપર દ્રષ્ટિપાત કરીએ તો તા. ૨૩ના રોજ સમગ્ર દાહોદ જિલ્લામાં ૩૯૯૬૫૩ લોકોની તપાસ કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લામાં ૧૩૩૯ ટીમ ઘરે ઘરે જઇને આરોગ્ય તપાસણી કરી રહી છે. ગઇ કાલે ૨.૫૭ લાખ નાગરિકોની ઘરે જઇને તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ૫૧૧, પિન્ક સ્પોટમાં ૨૨૦ તથા અંબર એરિયામાં ૫૪ ટીમ કામ કરી રહી છે. શરદી, ઉઘરસ કે તાવના લક્ષણો ધરાવતા દર્દીઓની સ્થળ ઉપર જ તપાસ કરવામાં આવે છે. ગઇ કાલે શરદી કે ઉધરસ ધરાવતા ૧૭૦૦ જેટલા દર્દીઓ મળી આવ્યા હતા. જે ઋતુને ધ્યાને લેતા સામાન્ય જણાયા હતા.
દાહોદ આરોગ્ય તંત્ર દ્વારા એક વિશેષ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. હોમ આઇસોલેશનમાં રહેલા કે શરદી ઉધરસ ધરાવતા દર્દીઓને દવાની એક કિટ આપવામાં આવે છે. જેમાં એઝીથ્રોમાઇસીન, ઝીન્ક, વિટામીન-સી સહિતની ગોળીઓ હોય છે. તેના ઉપર આ દવાઓ કેવી રીતે લેવી? એની સૂચના અને કેવી તકેદારી રાખવી ? એની માર્ગદર્શિકા લગાવેલી હોય છે. આવી કિટ્સ છેલ્લા બે દિવસથી આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૮૧૭ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.
દાહોદ જિલ્લામાં આવેલી આંતરરાજ્ય બોર્ડર ઉપર ૧૭ સ્થળોએ આરોગ્યની ટીમો કાર્યરત છે. આ ટીમો દ્વારા પ્રતિદિન સરેરાશ બે હજાર જેટલા લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે, જિલ્લામાં ફરી રહેલા ૫૫ ધન્વંતરિ રથો દ્વારા પ્રતિદિન પાંચથી છ હજાર લોકોની તપાસ કરાઇ રહી છે.
છેલ્લા ૧૪ માસથી આરોગ્ય તંત્ર કોરોનાને રોકવા માટે દિનરાત મહેનત કરી રહ્યો છે. ત્યારેઆપણા સૌની જવાબદારી બને છે તે લોકોને બચાવવા માટે કોવીડ એપ્રોપ્રિએટ બિહેવિયર કરીએ અને કોરોનાના લક્ષણો જણાઇ તો તુરંત ટેસ્ટ કરાવી લઇએ.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લાના અંતરિયાળ પાલ્લી ગામમાં રહેતા ગરીબ આદિવાસી પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આર્શીવાદ રૂપ બની: PMAY સહાયની મદદથી પોતાનું પાકું ઘર બનાવ્યું

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની વાંદરીયા પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા: શાળાના રૂમનું તાળું તોડી રૂપિયા ૨૦૫૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં સપ્ટેમ્બરમા વરસેલ ભારે વરસાદના કારણે તૈયાર થયેલ મકાઇના પાકને નુકસાન

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં નવા 67 કોરોના પોઝિટિવ કેસ : ૩ ના મોત થી ખળભળાટ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના સુખસરમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતને નોટિસ ફટકારતા ખડભળાટ

લીમખેડા અને સીંગવડ તાલુકામા એકપણ ઓનલાઈન CNG પંપ નહિ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન: ઓનલાઈન CNG પંપ શરૂ કરવાની તાતી જરૂરિયાત

Panchayat Samachar24