Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદહેલ્થ

અમદાવાદ સિવિલ ખાતે કોવિશિલ્ડ રસીનાં 1.20 લાખ ડોઝ રખાયા…

અમદાવાદમાં કોરોનાની રસીનું આગમન થયુ છે. અને આ કોવિશિલ્ડ રસી એરપોર્ટથી સીધી જ અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. અસારવા સિવિલ હોસ્પિટલમાં 1.20 લાખ ડોઝ રાખવામાં આવ્યા છે. છેલ્લા કેટલાય દિવસ અગાઉથી રસીને રાખવા માટેની વ્યવસ્થા કરી દેવાઈ હતી.

રસીકરણનો ડ્રાય રન પણ યોજાયો હતો. અને હવે આખરે વેક્સિનને મુકવામાં આવી છે. ચોક્કસ તાપમાનમાં રસી જળવાઈ રહે તે માટેના રેફ્રિજરેટરની પણ વ્યવસ્થા અસારવા સિવિલમાં કરવામા આવી છે. વોક ઈન કુલમાં બેથી આઠ ડિગ્રી તાપમાનમાં વેક્સિન રાખવામાં આવી છે. અમદાવાદના વેક્સિન સ્ટોરેજથી અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર જિલ્લાને વેક્સિનનો જથ્થો આપવામાં આવશે.

લાંબા સમયથી પ્રતીક્ષા જોવાતી હતી તેનો આખરે અંત આવ્યો છે. અમદાવાદ એરપોર્ટથી ભારે સુરક્ષા બંદોબસ્ત સાથે કોરોના રસીનો પ્રથમ જથ્થો પાટનગર ગાંધીનગર પહોંચ્યો હતો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ, તબીબોની હાજરીમાં 2.76 લાખના કોરોના રસીના જથ્થાનું સ્વાગત સાથે સ્વીકાર કરાયો હતો.

”ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલા સ્ટોરેજ સેન્ટરમાં રાખવામાં આવી. આ સ્ટોરેજ સેન્ટર બહાર ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી કોરોના રસીને રાજ્યના બીજા કેન્દ્રો પર પહોંચાડાશે જેથી રસીકરણમાં આને ઉપયોગમાં લઈ શકાય. તો આગામી 16 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં કોરોનાની રસીકરણ શરૂ કરાશે. રસીકરણમાં સૌ પ્રથમ કોરોના વોરિયર્સને અગ્રતા આપવામાં આવશે.

 

 

 

સંબંધિત પોસ્ટ

જાણો..કોરોનાના દર્દીઓની ગંભીર સ્થિતિ અને અકાળ મૃત્યુના કારણ-નિવારણ વિશે શું કહે છે ડો.કમલેશ નિનામા

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં સપ્ટેમ્બરમા વરસેલ ભારે વરસાદના કારણે તૈયાર થયેલ મકાઇના પાકને નુકસાન

Panchayat Samachar24

કોરોના વેક્સિનનો ડોઝ ન લીધો હોય તો ગુજરાતમાં આટલી જગ્યાએ નહી મળે એન્ટ્રી

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં નવિન જીલ્લા સમાહર્તા તરીકે ચાર્જ સંભાળતા ડો. હર્ષિત ગોસાવી: કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આવકાર આપી નવિન જીલ્લા કલેકટરને ચાર્જ સુપ્રત કર્યો

Panchayat Samachar24

ગરબાડામાં ડેન્ગ્યુ-મલેરિયા અટકાવવા એન્ટીલાર્વલ ઝુંબેશનો પ્રારંભ, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ

દાહોદ જીલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ પુત્રને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો: સામાન્ય બાળકો સાથે ભણે છે આઈ.એ.એસ. અધિકારીનો પુત્ર

Panchayat Samachar24