ફતેપુરા પોલીસે માસ્ક નહી પહેરનારા પાસેથી ૬ હજારનો દંડ જ્યારે ૧૧ હજાર દંડ વસુલી ૩ વાહનો મુક્ત કર્યા સાથે માસ્ક વિતરણ કર્યુ હતુ.
ફતેપુરા તાલુકામા કોરોનાની બીજી લહેર દરમિયાન પોલીસ દ્વારા માસ્ક નહિ પહેરનારા લોકો પાસેથી દંડ વસુલવાનુ ચાલુ જ છે ત્યારે આજે ૧૯-જુન ના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ માસ્ક વગર બાઈક લઈને ફરતા ૬ લોકો પાસેથી ૬ હજારનો દંડ વસુલવામા આવ્યો હતો, જ્યારે પોલીસે ડીટેઈન કરેલા ૩ વાહન ચાલકો પાસે થી ૧૧ હજાર જેટલો દંડ વસુલ કરી વાહનો મુક્ત કર્યા હતા અને ૩ જેટલા વાહનો ડીટેઈન કર્યા હતા. ફતેપુરા પોલીસે માસ્ક વિના ના લોકોને માસ્કનુ વિતરણ પણ કરવામા આવ્યુ હતુ.