Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી અને પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની અનોખી ઉજવણી કરી

  • 22મી લગ્નતિથિએ ધો-10ના 2200 વિદ્યાર્થીઓને બુકલેટો અર્પણ કરી
  • વિદ્યાર્થીઓને ગણિત – વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની નોખી ઉજવણી કરી
  • Advertisement
  • શિક્ષણમાં જ વણાઇ ગયા ત્યારે શિક્ષણને જ દરેક પ્રસંગમાં વણી લેવાનો સફળ પ્રયત્ન કર્યો
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.23
લગ્નની તિથિની ઉજવણી કરવાની નોખી રીતો જોવા મળી રહી છે.ત્યારે કેટલાક યુગલો આ દિવસે પુનઃ પ્રભુતામાં પગલા પણ પાડે છે પરંતુ પ્રિય વિષય અને પોતે જે માધ્યમથી સમાજ સેવા કરતા હોય તેને જ માધ્યમ બનાવી પોતાના જીવનના આવા દિવસોોને યાદગાર બનાવનારા જૂજ ઉદાહરણો હોય છે.તેવી જ રીતે દાહોદના એક શિક્ષકવિદે પોતાની 22મી લગ્ન તિથિ નિમિત્તે ધોરણ 10 ના 2200 વિદ્યાર્થીઓને મુખ્ય વિષયોના એસાઇનમેન્ટ વિતરણ કરીને આ દિવસને યાદગાર બનાવવાની સાથે આજના યુવાનોને એક નવી દિશા બતાવી છે.
પોતાના સુખી દાંપત્યજીવનની ઉજવણી કરવા માટેનો સપરમો દિવસ એટલે પોતાની લગ્ન તિથિ એટલે કે મેરેજ એનીવર્સરી.સામાન્ય રીતે કેક કાપીને કે એક બીજાને ભેટ સોગાદો આપીને ખાણી પીણી સાથે આ દિવસની ઉજવણી કરવી એ સામાન્ય છે.ત્યારે કેટલાક માલેતુજારો મોટા આયોજનો પણ કરે છે અથવા તેમના ફરજંદો આ દિવસની ઉજવણી પાછળ લાખો રુપિયાના ખર્ચ કરે છે.કેટલાક દંપત્તિઓ હવે આ દિવસે દાન કરીને પૂણ્ય પણ કમાય છે તો કેટલાક ખાસ ફોટોો સૂટ કરાવે છે.ધાર્મિક કાર્યક્રમોના આયોજનો પણ થાય છે તો લગ્ન જીવનના 25 વર્ષ પૂર્ણ થાય તો ફરીથી સપ્તપદીના ફેરા ફરીને લગ્નની યાદો તાજી કરવામાં આવે છે.
તેવા સમયે દાહોદ પાસે લીમડીમાં રહેતા નરેન્દ્ર અમૃતલાલ સોનીએ પણ તારીખ 22 જાન્યુઆરીના રોજ પોતાની લગ્નતિથિની ઉજવણી કરી હતી.નરેન્દ્ર સોની વ્યવસાયે શિક્ષક હતા અને હાલ ધી ન્યુ એચીવર પ્રિ સાયન્સ સ્કુલ, લીમડી,શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, લીમડી અને દાહોદમાં સનરાઇઝ પબ્લીક સ્કુલ અને એમએનઆર એજ્યુકેશન એકેડેમી ચલાવી રહ્યા છે.આમ મૂળ શિક્ષણનો જીવ હોવાથી તેમણે લગ્નતિથિ નિમિત્તિ શિક્ષણલક્ષી ભેટ જ આપવાનો વિચાર કર્યો હતો.બીજી તરફ હાલ કોરોોનાની ત્રીજી લહેર ચાલી રહી હોવાથી શાળાઓમાં ઓન લાઇન શિક્ષણ ચાલી રહ્યુ છે,માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે ત્યારે આવા વિકટ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટેના પડકારમય સમયમાં આ અવસર કેવી રીતે યાદગાર બની રહે તેેના માટે તેમણે નોખી ભેટ આપવાનુ નક્કી કર્યુ હતુ.આમ પણ બાળકોને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો અઘરા પડતા હોય છે ત્યારે તેમણે તેમની 22મી લગ્નતિથિ નિમિત્તે ધોરણ 10ના 2200 વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાનના એસાઇનમેન્ટ ભેટ આપ્યા હતા.આ એસાઇન્મેન્ટમાંથી જ તેમને સમયાંતરે પ્રશ્નપત્રો પણ આપવામાં આવશે અને તેેમની કસોટી સાથે ગુણવત્તા પણ ચકાસી શકાશે.ઉપરાંત અન્ય કેટલાયે વિદ્યાર્થીઓને સોશ્યલ મિડીયાના માધ્યમથી પણ આ એસાઇન્મેન્ટ પહોંટાડવામાં આવ્યા છે.આમ એક શિક્ષણવિદે શિક્ષણને જ માધ્યમ બનાવી શિક્ષણની જ ભેટ આપી શિષ્યોને સુદ્રઢ રીતે શિક્ષિત કરવાની નેમ સાથે પોતાની લગ્નતિથિ સદાયને માટે સ્મરણીય બને તેવો નોખી ઉજવણી કરી છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા 26 મી જાન્યુઆરીનું આમંત્રણ કાર્ડ બિયારણ મિશ્રિત પેપરમાંથી બનાવ્યુ: કાર્ડને વાવવાથી ઊગશે આમળાનુ વૃક્ષ

Panchayat Samachar24

73મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દાહોદ શહેર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ: મોટી સંખ્યા મા યુવાનો બ્લડ ડોનેટ કર્યુ

Panchayat Samachar24

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતની મનરેગા શાખામાં રુપિયા ૪૫,૩૭,૬૯૪/- ની નાણાંકીય ઉચાપતની પોલીસ ફરિયાદમાં આરોપીઓ તરીકે મનરેગાના કર્મચારીઓને જોડવા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧)(સી) નો ઉમેરો કરવાનો લુણાવાડા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે કર્યો હુકમ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકા ના બલૈયા માં પ્રતિબંધ હોવા છતાં ડી.જે. વગાડનાર સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કલેક્ટર નો આદેશ: પોલીસે ડી.જે. જપ્ત કાર્યવાહી હાથ ધરી

Panchayat Samachar24

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ કે.સી.વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામાં લોકોને પીવાનું પાણી પુરુ પાડવાની યોજનાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયો: અગાઉની યોજનાઓમાં બનાવેલ પાણીના ટાંકાઓ તથા સંપમાં વર્ષો બાદ પણ પાણી આવ્યુ નથી