ફતેપુરાના મોટાનટવા ખાતે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો.
હિતેશ કલાલ-સુખસર તા.19
ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામે મહિલા સશક્તિકરણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદાર પી એન પરમાર તાલુકા વિકાસ અધિકારી પી.એસ આમલીયાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહિલાઓ એક જૂથ થઈ કામગીરી કરે પરિવાર અને સમાજમાં સહભાગી થાય અત્યાચારો સામે લડી શકે તેમજ મહિલાઓ પર થતા અત્યાચારો ના નિવારણ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોટાનટવા ગામના મહિલા સરપંચ અને ગામની મહિલાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.