-
ગુજરાત રાજ્યના ઇન સર્વિસ તબીબોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને 25-મી જુન થી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી
-
તબીબોએ અગાઉ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો
પંચાયત સમાચાર24 તા.20
ગુજરાત રાજ્ય ના ઇન સર્વિસ તબીબો પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે, હાલમા જ તબીબો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો તેમજ સરકાર સાથે વારંવાર બેઠક કરી હોવા છતાં સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવામાં આવી ન હતી જેથી ઇન સર્વિસ તબીબ સંગઠન દ્વારા ૨૫ જુનથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે સરકાર ઇન સર્વિસ તબીબોની માંગણીઓ વિશે શુ નિર્ણય કરે છે તે જોવાનુ રહેશે.
-
ઇન-સર્વીસ તબીબ સંગઠન નો પત્ર