Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનાં અધ્યક્ષ તરીકે ગોરધનભાઈ ઝડફીયાની નિમણુંક

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિના અધ્યક્ષ તરીકે ગુજરાત રાજય ભાજપા પક્ષના ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફીયા નિયુકત કરાયા છે.ગુજરાત રાજયની ઉર્જા કંપનીઓના સૌથી મોટા અને સાતેય કંપનીઓમાં માન્યતા પ્રાપ્ત અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જીનિયર્સ એસોસિએશન જે સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ/અધિકારીશ્રીઓમાંથી 80 ટકા થી વધુ સંગઠન શકિત ધરાવતા બંને સંગઠનો છે.
અગાઉ ભૂતકાળમાં સને-2003માં ગુજરાત વિદ્યુત બોર્ડનું વિઘટન કરી ખાનગીકરણ કરવાનાં કેન્દ્ર સરકારશ્રીના વીજબિલ અધિનિયમ-2003નો અમલ ગુજરાત રાજય સરકારશ્રી દ્વારા કરવાના અમલ સમયે સંયુકત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ક્ધવીનર તરીકે અને ગોરધનભાઈ ઝડફીયા દ્વારા અગ્રેસર રહી મહત્વની જવાબદારી નિભાવવા સાથે તે સમયે ઉર્જા કંપનીઓમાં કાર્યરત યુનિયન/એસોસિએશનને ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને ઉમદા કાર્યપદ્ધતિ અપનાવી જવાબદારીપુર્વક ગુજરાત રાજય સરકારશ્રી ગુજરાત વિદ્યુત બોર્ડ અને માન્ય યુનિયન/એશોસિએશન વચ્ચે ગોરધનભાઈ ઝડફીયા દ્વારા ધરી બનીને ઉર્જા કંપનીઓના કર્મચારીઓ અધિકારીશ્રીઓના ન્યાયિક ભવિષ્યના હકકો અને લાભોના રક્ષણ કરતો ત્રી-પક્ષીય કરાર કરાવી વિદ્યાનસભામાં મંજુર કરાવીને ગુજરાત રાજય સરકારશ્રી દ્વારા નોટિફિકેશન પ્રસિદ્ધ કરાવી રક્ષણહાર ગોરધનભાઈ ઝડફીયાનો સમગ્ર ઉર્જા પરિવાર અને બંને સંગઠનો સદૈવ હર હંમેશ ઋણી છે સાથે સાથે ગોરધનભાઈ ઝડફીયા દ્વારા સમયાંતરે દરેક તબકકે કર્મચારીઓ/ અધિકારીઓના ન્યાયિક પડતર મુદ્દાઓના નિરાકરણ લાવવામાં અનેક પ્રકારે મદદગારી કરી રક્ષણ કરાવેલ છે.અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જીનિયર્સ એસોસિએશન દ્વારા ગોરધનભાઈ ઝડફીયાની ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિના અધ્યક્ષ તરીકે નિયુકત કરવામાં આવતાં બંને સંગઠનોના સભ્યો/હોદેદારોમાં ખુબ જ ખુશીની લહેર ફેલાઈ ગયેલ છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ૦૯ તાલુકા તેમજ ત્રણ શહેરના સેવાદળ ના પ્રમુખની વરણી કરાઈ

ફતેપુરા ના બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર હાલતમા: વાહન ચાલકોને પડી રહી છે હાલાકી

Panchayat Samachar24

ફતેપુરામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ જતા ગ્રામજનોએ મુખ્યમંત્રીને રજુઆત કરતુ આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરતા પંથકમાં ખળભળાટ

દાહોદ SOG અને LCB પોલીસે સીંગવડ ના હાંડી ગામેથી રૂપીયા 2.75 કરોડની કિંમતનો 2745 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામા ભૂ-માફિયાઓ બેફામ: સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણોની વણઝાર: સરકારી તંત્ર ધૃતરાષ્ટ્ર બન્યુ

Panchayat Samachar24

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

Panchayat Samachar24