Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

સૂચના અને પ્રસારણ મંત્રાલયે ભારત વિરોધી સમાચાર અને ઉશ્કેરણી જનક ગતિવિધિઓ ધરાવતી 35 યૂટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ ફરમાવ્યો: 2 ટ્વિટર, અને 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઇટ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો

  • ભારત સરકારે 35 જેટલી યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ ફરમાવ્યો
  • 2 ટ્વિટર એકાઉન્ટ્સ, 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ, 2 વેબસાઇટ્સને બ્લોક કરાઈ
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.21
ભારત સરકાર ના સૂચના અને પ્રસારણ મંત્રાલયે દેશમાં ઉશ્કેરણી જનક બાબતોના વિડીયો પ્રસારીત કરતી 35 જેટીલી યૂટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ વિક્રમ સહાયે જણાવ્યું હતું કે, ગઈકાલે 20 જાન્યુઆરીએ મંત્રાલયને મળેલી ગુપ્ત માહિતીના આધારે, અમે 35 યુટ્યુબ ચેનલો, 2 ટ્વિટર એકાઉન્ટ્સ, 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ, 2 વેબસાઇટ્સને બ્લોક કરવાનો હુકમ આપ્યો છે. આ તમામ એકાઉન્ટની સામાન્ય વાત એ છે કે તે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે અને ખોટા ભારત વિરોધી સમાચાર અને અન્ય સામગ્રી ફેલાવે છે.
અગાઉ 19 જાન્યુઆરીના રોજ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે સરકાર દેશ વિરુદ્ધ તે “ષડયંત્રકારો” પર કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે. તેણે કહ્યું હતું કે, ‘મેં તેની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. મને ખુશી છે કે વિશ્વના ઘણા મોટા દેશોએ આ અંગે સંજ્ઞાન લીધું છે. YouTube પણ આગળ આવ્યું અને તેમને બ્લોક કરવાની કાર્યવાહી કરી.
ગયા વર્ષે ડિસેમ્બરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે, ગુપ્તચર એજન્સીઓ સાથે સંકલિત પ્રયાસમાં, 20 YouTube ચેનલો અને બે વેબસાઇટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો કારણ કે તેઓ ભારત વિરોધી પ્રચાર અને નકલી સમાચાર ફેલાવી રહ્યા હતા.
મંત્રાલયે કહ્યું હતું કે આ ચેનલોનો ઉપયોગ “કાશ્મીર, ભારતીય સૈન્ય, ભારતમાં લઘુમતી સમુદાયો, રામ મંદિર, જનરલ બિપિન રાવત વગેરે જેવા વિષયો પર વિભાજનકારી સામગ્રી પોસ્ટ કરવા માટે સંકલનપૂર્વક કરવામાં આવી રહ્યો છે”.
મેનેજીંગ એડિટર, મયુર રાઠોડ

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લા પંચાયત ખાતે 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ: પ્રમુખ શીતલ કુમારી વાઘેલાએ તિરંગો લહેરાવી સલામી આપી

Panchayat Samachar24

ખાંડનો વધુ પડતો ઉપયોગ લિવર અને હૃદયને કરી શકે છે ખરાબ: ગોળનો ઉપયોગ કરી આજીવન રહી શકશો તંદુરસ્ત

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે દાહોદની મુલાકાતે

Panchayat Samachar24

ફતેપુરામા વણીક સમાજ દ્વારા ભગવાન શ્રીરામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી

Panchayat Samachar24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સંબોધશે: સવારે 11 વાગ્યે થશે પ્રસારિત

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની મારગાળા ગ્રામ પંચાયત ના સરપંચે રૂ.૪૧.૪૨ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતા જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો હુકમ કરતા ખળભળાટ

Panchayat Samachar24