
-
દાહોદ પોલીસ કામગીરી સામે પ્રશ્નાર્થ
-
દાહોદમા પિડીતા પર સામુહિક બળાત્કારની ઘટનામા પોલીસના હવાતિયા
-
એફઆઈઆર ના 48 કલાક બાદ પણ એકેય આરોપી ઝડપાયો નથી
-
બધા આરોપીઓ દાહોદ શહેરના જ છે
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.29
દાહોદ શહેરમાં સગીર બાળા ઉપર બળાત્કારની ઘટનામાં આરોપીઓને સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ સાથે દાહોદ શહેર પોલીસે તપાસના ધમધમાટ સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આજરોજ દાહોદ જિલ્લા પોલીસ વડાના જણાવ્યાં અનુસાર, આ કેસમાં જે કોઈની પણ સંડોવણી હશે તેઓને કોઈને બક્સવામાં આવશે નહીં અને આ મામલે દાહોદ જિલ્લા પોલીસ સંપુર્ણપણે સક્રિય હોવાનું જણાવ્યું હતું.જો કે ફરિયાદ થયાના 48 કલાક પણ એકેય આરોપી ઝડપાયેલા નથી.જો કે તમામ આરોપીઓ દાહોદ શહેરના જ છે




