Panchayat Samachar24
Breaking News
અન્યગુજરાતતાજા સમાચારદાહોદલીમખેડા

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા લીમખેડા બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી લીમખેડા નગર સજ્જડ બંધ રહ્યુ

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા લીમખેડા બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી લીમખેડા નગર સજ્જડ બંધ રહ્યુ હતુ.

દેશને શરમમાં ડૂબાડી ડે તેવી ઘટનાનો એક વિડીયો મણિપુર માંથી સામે આવ્યો હતો, આ વિડીયોમાં કેટલાક લોકો બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં ફેરવી રહ્યા છે. આ ઘટના બાદ સમગ્ર દેશમાં તેની પ્રતિક્રિયા જોવા મળી હતી, ત્યારે આજે ગુજરાતમાં પણ આદિવાસી સમુદાયનું પ્રભુત્વ ધરાવતા લીમખેડા તાલુકા માંથી આ ઘટનાને લઈને પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. આજે સવારથી જ લીમખેડા તાલુકામાં મણિપુરની ઘટનાના વિરોધમાં નગરના વેપારીઓએ પોતાના વેપાર-ધંધા બંધ રાખી આદિવાસી સમાજ સાથે થતા અત્યાચાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

મણિપુર માંથી વાયરલ થયેલા વિડીયોમાં મૈતેઇ સમુદાયના લોકો કુકી આદિવાસી સમુદાયની બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફેરવી સાથે નરાધમોએ મહિલાઓ સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. આ વિડીયો વાયરલ થયો હતો, ત્યાર બાદ દેશમાં બધી જ જગ્યાએ સોશિયલ મીડિયા પર અને જાહેરમાં આ ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે ગુજરાતમાં પણ લીમખેડા તાલુકાના આદિવાસી સમુદાય દ્વારા આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત લીમખેડા તાલુકામા વેપાર, ધંધા ના એ દુકાનો સ્વયંભૂ બંધ રાખવામા આવી હતી. આદિવાસી પરિવાર દ્વારા આ બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગ કરવામાં આવી હતી.

એક તરફ દેશના વડાપ્રધાન જાહેર મંચ પરથી ‘સૌનો સાથ સૌનો વિકાસ’ની વાત કરે છે અને ગરીબો, વાંચીતો અને પિડિતોને અપમાન સાંખી લેવામાં નહી આવે તેવા નિવેદન આપી રહ્યા છે. બીજી તરફ દેશના કેટલાક રાજ્યમાં આજે પણ દલિત અને આદિવાસીઓ પર અત્યાચારની ઘટના બની રહી છે. ક્યારેક પેશાબ કરતી ઘટના તો કયારેક ચંપલ ચટાડતી ઘટના. ત્યારે હવે તો હદ થઈ ગઈ છે જ્યારે મણિપુરમાં લગભગ 3 મહિનાથી જાતિગત રમખાણો ચાલી રહ્યા છે અને હવે તો મહિલાઓને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં ફેરવતા હોય તેવો વિડીયો વાયરલ થાય છે, તેમ છતાં સરકાર આ હિંસાને રોકવામાં નિષ્ફળ રહી છે. તેવો આક્ષેપ આદિવાસી સમાજને આગેવાનો દ્વારા લગાવવામા આવ્યો હતો.

સંબંધિત પોસ્ટ

હવે 2000 રૂપિયાની નોટ 7 ઓક્ટોબર સુધી બદલી શકાશે: રિઝર્વ બેંકે મુદ્દતમા કર્યો વધારો

Panchayat Samachar24

54મો દાહોદ જિલ્લા યુવા ઉત્સવ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની ઉપસ્થિતિમાં સીંગવડ તાલુકાના નાના આંબલીયા ગામે યોજાયો

Panchayat Samachar24

ફતેપુરા નગર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દુર કરવામા બેદરકારી દાખવનાર સરપંચ-તલાટી કમ મંત્રીને તાલુકા વિકાસ અધિકારીએ નોટીસ ફટકારતા ખળભળાટ

પૂર્વ સરપંચ મનુભાઈ ભુરીયા ફરી એકવાર દુધિયા ગામના સરપંચ તરીકે બિનહરીફ જાહેર થવાની ચર્ચાઓ, પૂર્વ સરપંચના વિકાસલક્ષી કાર્યોના કારણે ગ્રામજનોમાં ઉત્સાહ, બિનહરીફ ચૂંટણીની અટકળો તેજ

આસામના ગંગાનગર ગામમા બની અજીબ ઘટના: બકરીએ મનુષ્ય જેવા દેખાતા બાળકને આપ્યો જન્મ, થોડા સમયમાં જ તોડી નાખ્યો દમ

Panchayat Samachar24

દાહોદ પોલીસ દ્વારા ૭૦૦થી વધુ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વર્ગનો પ્રારંભ કરાવતા જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસર

Panchayat Samachar24