Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદધાનપુર

ધાનપુર તાલુકાના દુધામલી ગામે દીપડાને બાંધી પજવણી કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ: ત્રણેય આરોપીઓના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

  • ધાનપુરના દુધામલી ગામે દિપડાને પજવણીનો વિડીયો વાયરલ
  • વનવિભાગે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી
  • Advertisement
  • કોર્ટે ત્રણેય આરોપીઓના એક દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.29
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધાળા ગામે બે દિવસ અગાઉ એક ખેતરમાં દીપડો દેખાતા ગ્રામજનો દ્વારા દીપડાને દોરડા વડે બાંધી પજવણી કરતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે વિડીયોના આધારે વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં વીડિયોમાં દેખાતા ત્રણ ઈસમો વિરુદ્ધ વનવિભાગ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ને અડીને આવેલા રતન મહાલ જંગલમાં દિપડાની વસ્તી માં વધારો જોવા મળ્યો છે જેના કારણે ખોરાકની શોધમાં જંગલને અડીને આવેલા ગામોમાં દીપડાઓ અવાર નવાર આવતા હોય છે હાલમાં ખેતરમાં તૈયાર થયેલા મકાઇના પાકને મેળવવા માટે ખેડૂત પરિવારો ખેતરમાં જતા હોય છે તે સમય દરમિયાન દીપડાના હુમલાના બનાવો પણ અવાર-નવાર બનતા હોય છે.
ધાનપુર તાલુકાના દુધામલી ગામે બે દિવસ અગાઉ એક દીપડો ખોરાકની શોધમાં ગામમાં આવી પહોંચ્યો હતો જે દીપડો ગ્રામજનોની નજરે પડતાં ગામજનોએ ટોળે વળીને દીપડાને ઘેરીને દોરડા વડે બાંધી તેની પજવણી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે વીડિયો વાયરલ થતાં વનવિભાગના અધિકારીઓ હરકતમાં આવીને સમગ્ર ઘટના બાબતે તપાસ હાથ ધરી હતી, સમગ્ર સંદર્ભે વન વિભાગ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેમા જે લોકો દ્વારા દીપડાને પજવણી કરવામાં આવી હતી તેમાંના ત્રણ ઈસમોની વનવિભાગે ધરપકડ કરી ત્રણેય વિરોધ ફરિયાદ દાખલ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે ત્રણેય આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરતા વનવિભાગે સમગ્ર ઘટના મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે.

સંબંધિત પોસ્ટ

કતવારાના મહિલા તબીબે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું: સાત વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પ્રજાપતિ સમાજ વડોદરાનો ત્રીજો સ્નેહ મિલન સમારોહ રણછોડજી મંદીર ફતેગંજ ખાતે યોજાયો

Panchayat Samachar24

કોરોના સામે વેક્સિન રામબાણ ઉપાય: વેક્સિનના બંને ડોઝ લેનારા સંજીવભાઇએ કોરોના સંક્રમિત માતાની સેવા કરી પરંતુ કોરોના સ્પર્શયો પણ નહી

Panchayat Samachar24

વિરોધીઓના ષડયંત્રો સામે હિમાલયની જેમ અડગ બચુભાઈ ખાબડ: ન્યાયતંત્રની નિષ્પક્ષતા અને જનતાનો સાથ બનશે ઢાલ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ

Panchayat Samachar24

ગુજરાત રાજયમાં ડ્રગ્સની હેરાફેરી વધતા સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર 1908 જાહેર કરાયો: ફોન કરી આપી શકાશે ડ્રગ્સ માફિયાઓની માહિતી

Panchayat Samachar24