દાહોદની ઝાયડ્સ હોસ્પિટલની બિલ્ડીંગ પર વિજળી ત્રાટકી
ભારે કડાકા સાથે વિજળી પડતા હોસ્પિટલ ના સ્ટાફ અને દર્દીઓમા ભય ફેલાયો
Advertisement
સદ્નસિબે કોઈ જાનહાની થઈ ન હતી
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.29
દાહોદ જીલ્લામા ગુલાબ વાવાઝોડાની અસર વર્તાતા અચાનક વાતાવરણાં પટલા સાથે કડાકા ભડાકા સાથે મંગળવારની સાંજે દાહોદ શહેરમા વરસાદ શરુ થયો હતો, તે સમય દરમ્યાન ઝાયડસ હોસ્પિટલના બિલ્ડીંગના એક ખાડા ઉપર વીજળી પડતાં બિલ્ડીંગને સામાન્ય નુકસાન થયું હતું.
વિજળી પડવાના કડાકા ના અવાજ થી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સાથે કર્મચારીઓ મા પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે ઝાયડ્સ હોસ્પિટલની બિલ્ડીંગ પર આકાશી વિજળી ના બચાવ માટેના લગાવેલા સેફ્ટી ટાવરના કારણે વિજળી સીધી જમીનમાં ઉતરી ગઈ હતી, સદ્નસીબે હોસ્પિટલમાં દાખલ એકપણ દર્દી કે પરિવારજનો કે હોસ્પિટલ ના સ્ટાફને જરાપણ ઈજા ન થતા તમામે હાશકારો અનુભવ્યો હતો.