લીમખેડા તાલુકાના વલુંડી ગામે ગઈકાલે રાત્રે રસ્તાની બાજુમાં ઊભેલી ટ્રકની પાછળ એક પીકઅપ જીપ ગાડી અથડાતા સર્જાયેલા અકસ્માતમાં પીકપ માં સવાર ત્રણ મુસાફરોને શરીરે નાનીમોટી ઈજાઓ થવા પામી હતી જે પૈકી એક એક 57 વર્ષીય મુસાફરનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું
ધાનપુર તાલુકાના ઉંડાર ગામે રહેતા મુકેશ પાર્સિંગ મોહનીયા પોતાના કબજાની પીકઅપ જીપ ગાડી માં તેના દાદા વજેસીંગભાઈ મથુરભાઇ . મોહનીયા ઉવ . આશરે ૫૭ રહે . તથા ભત્રીજી જાનુબેન મંગુભાઇ ઉવ . ૫ વર્ષ રહે ઉંડાર સહિત ત્રણ વ્યક્તિઓ તેઓના કુટુબી ભાઇ મંગુભાઇનાઓ અમદાવાદ મજુરી કરતો હોય તેઓની પાસે જવા માટે નીકળ્યા હતા દરમિયાન રાત્રીના એકાદેક વાગ્યે રસ્તામાં વલુન્ડી ગામે પહોંચતા અને ચાલુ વરસાદ ના કારણે આગળના કાચથી ઓછું દેખાતા ગાડી પુરઝડપે હોવાથી પીકઅપ ગાડી આગળ હાઈવે રસ્તાની બાજુમાં ઉભેલી એક ટ્રકની પાછળ ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો જેને લઇને જીપમાં સવાર મુકેશ પાર્સિંગ મોહનીયા, જાનુ બેન મંગુ, તથા તેના દાદા વજેસીંગભાઇ મથુરભાઈ ઉવ . આશરે ૫૭ નાઓને ઇજાઓ થવા પામી હતી જે પૈકી ગંભીર રીતે ઘવાયેલા વજેસિંગ મથુર મોહનીયા નું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું .
આ બનાવ સંદર્ભે ઉંડાર ગામના મુકેશ પાર્સિંગ મોહનીયાએ નોંધાવેલી ફરિયાદના આધારે લીમખેડા પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે