ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે આગામી તા. ૪ ઓક્ટોબરે એપ્રેન્ટીસશીપ ભરતીમેળો યોજાશે
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.30
ભારત સરકારશ્રી દ્વારા નેશનલ એપ્રેન્ટીસશીપ મેળા – ૨૦૨૧ અંતર્ગત સમગ્ર દેશમાં આગામી તા.૦૪ ઓક્ટોબરથી એપ્રેન્ટીસશીપ ભરતીમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે પણ તા.૦૪/૧૦/૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકેથી જીલ્લા કક્ષાનો એપ્રેન્ટીસશીપ ભરતીમેળાનું આયોજન કરાયું છે.
આ ભરતીમેળામાં જીલ્લાના વિવિધ એકમો તેઓંની એપ્રેન્ટીસશીપ વેકેન્સી સાથે હાજર રહેનાર છે. આઈ.ટી.આઈ ફિટર, ટર્નર, મીકે.ડિઝલ, મીકે.મોટર વ્હીકલ, વેલ્ડર, ઈલેક્ટ્રીશીયન, વાયરમેન, કોપા, ટ્રેડના પાસ થયેલા તાલીમાર્થીઓં તેમજ કોઈપણ સ્નાતક (બેઝીક કોમ્પ્યુટરની જાણકારી સાથે )ઈચ્છુક ઉમેદવારોએ તેઓંના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો (અસલ તેમજ પ્રમાણિત નકલ), આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે નીચે જણાવેલ સ્થળ અને સમય પર રૂબરૂ ઉપસ્થિત રહેવું.
ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર(https://anubandham.gujarat.gov.in/home) ફરજીયાત પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઉમેદવાર ડીજીટી ની વેબસાઈટ https://dgt.gov.in/Appmelastudent/ પર જઈને ભરતીમેળાની વધુ માહિતી મેળવી શકે છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીએ એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.