Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાનો છેલ્લા પાંચ મહિનાથી ગુમ ૧૩ વર્ષીય કિશોરનુ માતા-પિતા સાથે મિલન કરાવતુ દાહોદ જિલ્લાનુ બાળ સુરક્ષા એકમ

  • ફતેપુરાના ગૃહત્યાગ કરેલા બાળકનું માબાપ સાથે મેળાપ કરાવતું જિલ્લા બાળ સુરક્ષા એકમ
  • બાળક ફરતો ફરતો સુરતથી ટ્રેનમાં બેસી કર્ણાટક પહોંચી ગયો હતો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.29
દાહોદનાં ફતેપુરા તાલુકાનો ૧૩ વર્ષનો એક બાળક છેલ્લા પાંચ માસથી ગુમ હતો અને ફરતા ફરતા છેક કર્ણાટક પહોંચી ગયો હતો. ચાઇલ્ડ હેલ્પલાઇનની મદદથી બાળકને તેના કુંટુંબ સાથે પુન: મેળાપ કરાવવામાં સફળતા મળી છે. અહીંની જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા તેના માવતરનો સંપર્ક કરી તેમના બાળક સાથે મેળાપ કરાવવામાં આવ્યો હતો.
વાત એમ બની કે, ફતેપુરાનું કુંટુંબ રોજગારી અર્થે જામનગર ગયું હતું. પાંચ બાળક સહિત સાત જણાના કુંટુંબમાં આર્થિક સઘર્ષ અને કૌટુંબિક કલહથી કંટાળીને આ બાળક ઘરેથી નાસી ગયો હતો. જે મહેસાણાથી સુરત ફરતો ફરતો પહોંચ્યો હતો. સુરતથી ટ્રેનમાં બેસીને કર્ણાટક પહોંચ્યો હતો. છેલ્લા પાંચ મહિનાથી આ બાળક ગુમ હતો. તેના મા-બાપ દ્વારા તેની ખૂબ શોઘખોળ કરવામાં આવી હતી પરંતુ જાગૃતિને અભાવે તેમણે પોલીસ ફરિયાદ કરી નહોતી.

કર્ણાટકમાં આ બાળકને ભટકતાં જોઇને ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર ૧૦૯૮ ઉપર સંપર્ક કરીને એક જાગૃત નાગરિકે જાણ કરી હતી. તુરત જ ત્યાંના ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેકશન યુનિટે આ બાળક સુધી પહોંચી હતી. બાળકનું કાઉન્સિંલ કરતા બાળકે ઠેકાણા તેમજ પોતાના મા-બાપ વિશે જણાવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટે દાહોદ ખાતેનાં જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કર્યો હતો. અહીંના બાળ સુરક્ષા એકમના અધિકારી શ્રી શાંતિલાલ તાવિયાડે બાળકના ફતેપુરા ખાતેના માવતરને શોધી કાઢીને તેઓનું બાળક મળ્યું હોવાની વાત જણાવી હતી.
કર્ણાટકથી ડિસ્ટિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટનો સ્ટાફ દાહોદ સુધી આ બાળકને મુકવા આવ્યો હતો. અહીંના બાળ સુરક્ષા અધિકારી શ્રી શાંતિલાલ, સમાજ સુરક્ષા અધિકારી શ્રી આર.પી. ખાટાભાઇ તેમજ શ્રી અબ્દુલ વસીમ કુરેશી, શ્રી બરજોડ સહિતના સ્ટાફની ઉપસ્થિતિમાં બાળકનું મા-બાપને સોંપવામાં આવ્યો હતો. અહીંના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળક તેમજ મા-બાપનું કાઉન્સિંલિગ કરવામાં આવી રહ્યું છે. જેથી ભવિષ્યમાં કૌટુંબિક કે બીજા કોઇ પણ કારણસર બાળક આવું પગલું ન ભરે. બાળકનું પણ વિશેષજ્ઞો દ્વારા કાઉન્સિંલ કરવામાં આવી રહ્યું છે અને તેના ઘરેથી નાશી જવાના કારણો અને આવું ફરીથી ન કરે એ માટે સમજ આપવામાં આવી રહી છે.

ખોવાયેલા, નાશી છૂટેલા કે કોઇ પણ સમસ્યામાં સપડાયેલા બાળકની મદદ કરવા માટે દેશવ્યાપી ૧૦૯૮ નંબરની હેલ્પલાઇન ૨૪ કલાક પોતાની સેવા આપે છે અને બાળકોની મદદે આવે છે. નાગરિકો કોઇ પણ બાળકની મદદ કરવા આ નિ:શુલ્ક હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળતા તેજસ પરમાર: જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી

લીમખેડાની નૂત્તન માધ્યમિક શાળા ખાતે હિન્દી દિવસની ઉજવણી કરાઈ: વિધાર્થીઓ વચ્ચે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ: વિજેતા વિધાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામા આવ્યા

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ચીખલી ગામે “નલ સે જલ” યોજનાનુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા ના હસ્તે કરવામા આવ્યુ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ઘાનપુુુર ગામે પરંપરાગત ચાડીયાનો મેળો ભરાયો: ગોળની પોટલી લેવા યુવાનો માર ખાતા ચઢે છે આંબાના ઝાડ પર

Panchayat Samachar24

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ: સારવાર અર્થે યુ.એન. મહેતામાં દાખલ

Panchayat Samachar24

હોટલ અને રેસ્ટોરન્ટમા પરાઠા ખાવા પડશે મોંઘા: હવે પરાઠા પર 18% GST ચુકવવો પડશે

Panchayat Samachar24