દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ એસટી ડેપોના વર્કશોપમાં પાર્ક કરેલી બસમાં અકસ્મિક આગ ભભુકી ઉઠી હતી. વર્કશોપની બસન આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. દેવગઢ બારીઆ નગર પાલિકાની ફાયર ફાયટરની ટીમે આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો એસટી બસ માં લાગેલી આગ કાબૂમાં થતા ફાયરની ટીમ સહિત એસટી વિભાગના અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે આજે રવિવારે સવારે દેવગઢ બારીઆ નગરની મધ્યમાં આવેલા નગરમાં આવેલા એસ.ટી. ડેપોના વર્કશોપમાં દેવગઢ બારીઆ થી સેલવાસ રુટની બસને ડ્રાઇવરે રૂટિન ચેકઅપ માટે વર્કશોપમાં મૂકી હતી, જે સમય દરમિયાન બસના આગળના કેબીન માંથી ધુમાડો નીકળતા વર્કશોપ મા કામ કરતા કર્મચારીઓએ બસમાં તપાસ કરતા બસના એન્જિન માં આગ લાગવાથી ધુમાડો નિકળતો હતો, બસમા લાગેલી આગને ઓલવવા માટે કર્મચારીઓએ ડેપોમાં મુકેલા અગ્નિશામકના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમ છતા આગ પર કાબૂ મેળવવામા સફળ થયા ન હતા. ઘટનાની જાણ દેવગઢ બારીઆ નગર પાલિકાના ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં એસ.ટી બસના આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો. શોર્ટ સર્કિટથી બસમાં આગ લાગી હોવાનું એસ.ટીના કર્મચારીઓએ પ્રાથમિક અનુમાન લગાવ્યુ હતુ.