દેશમાં કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. એક અભ્યાસમાં બતાવવામાં આવ્યું કે કોરોના વાયરસ કઈ રીતે શરીર પર ધીમે ધીમે હુમલો કરે છે. કોરોનાથી સંક્રમિત થયેલા વ્યક્તિને ઠીક થવામાં 14 દિવસ લાગે છે.
- પ્રથમ દિવસઃ કોરોનાથી સંક્રમિત થતાં 88 ટકા લોકો પ્રથમ દિવસે તાવ અને થાકની ફરિયાદ કરે છે.
- બીજાથી લઈ ચોથો દિવસઃ તાવ અને કફ બીજા દિવસથી લઈ સતત ચોથા દિવસ સુધી રહે છે.
- પાંચમો દિવસઃ કોરોના વાયરસના પાંચમા દિવસે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. ખાસ કરીને વડીલો તથા પહેલાથી બીમાર લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. ભારતમાં ફેલાયેલા નવા સ્ટ્રેનમાં અનેક યુવાનોને પણ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.
- છઠ્ઠો દિવસઃ છઠ્ઠા દિવસે પણ શરદી અને તાવ રહે છે. કેટલાક લોકને આ દિવસથી છાતીમાં દર્દ, દબાણ અને ખેંચાણનો અનુભવ થાય છે.
- સાતમો દિવસઃ સાતમા દિવસે લોકને માથામાં દુખાવો થાય છે અને દબાણ વધી જાય છે. શ્વાસ લેવામાં પરેશાની થાય છે. હોઠ અને ચહેરો ફિક્કો પડવા લાગે છે. કેટલાક લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે.
- આઠમો-નવમો દિવસઃ ચીનના સીડીસી મુજબ આઠમા અને નવમા દિવસે લગભગ 15 ટકા કોરના દર્દી એક્યૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમનો અનુભવ કરે છે. આ સ્થિતિમાં ફેફસામાં ફ્લૂઈડ બનવાનું શરૂ થવાથી પૂરતી માત્રામાં ફેફસા સુધી હવા પહોંચતી નથી. આ કારણે લોહીમાં ઓક્સિજનની તંગી વર્તાવા લાગે છે.
- દસમો-અગિયારમો દિવસઃ શ્વાસ લેવાની મુશ્કેલી વધી જાય છે અને હાલત બગડવા પર દર્દીને આઈસીયુમાં દાખલ કરવો પડે છે.
- બારમો દિવસઃ વુહાન સ્ટડી મુજબ મોટા ભાગના લોકોને 12માં દિવસે તાવ આવવાનો બંધ થઈ જાય છે. કેટલાક લોકને કફની મુશ્કેલી રહે છે.
- તેરમો-ચૌદમો દિવસઃ આ વાયરસનો સામનો કરતાં લોકોમાં તેરમા-ચૌદમા દિવસે શ્વાસ લેવાની પરેશાની ખતમ થવા લાગે છે.
- પંદરથી અઠાર દિવસઃ આ દિવસો દરમિયાન કોરોના સંક્રમિત ઠીક થઈ જાય છે પરંતુ જો 18મા દિવસે પણ તકલીફ હોય તો ચિંતાની વાત હોઇ શકે છે.