Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

સ્માર્ટ સીટી દાહોદને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડનાર 50% કર્મચારીઓજ કોરોના સંક્રમિત થતા પ્રાથમિક સેવાઓ ઠપ

  • સ્માર્ટ સીટી દાહોદ નગરપાલિકાના 50 % જેટલા કર્મચાારીઓનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા શહેરમાં સેવાઓ ઠપ
  • સફાઇ,પાણી પુરવઠો, સ્ટ્રીટ લાઇટ,ગટર સફાઇ જેવી પ્રાથમિક સુવિધા આપતા વિભાગના કર્મચારીઓ જ સંક્રમિત થયા
  • Advertisement
  • નગર પાલિકાના ચિફ ઓફિસરનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો પરંતુ સીટીસ્કેનમાં સંક્રમણ ના લક્ષણો જણાયા 

દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓ નો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે નગરપાલીકાના કર્મચારી આલમ પણ હવે કોરોનામાં સપડાયો છે. ત્યારે દાહોદ નગર પાલિકાના 50 ટકા જેટલાં કર્મચાારીઓ કોરોના સંક્રમિત થયા હોવાની થયા હોવાની માહિતી મળી રહી છે. જેથી સ્માર્ટ સીટી દાહોદ ની વિવિધ સેવાઓ પર પણ અસર પહોંચી છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો કુુુદકે ને ભુુુસકે વધી રહ્યા છે. તંત્ર માટે પણ કોરોના સંક્રમણ અટકાવવું મુશ્કેલ બન્યું હોય તેમ લાગી રહ્યું છે.

કોરોના હવે દિવસે દિવસે દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ પગ પેસારો કરી રહ્યો છે ગામડાઓમાં હવે ઘેર ઘેર કોરોનાના ખાટલા છે ત્યારે બજારોમાં જામતી બેરોકટોક ભીડ પણ કોરોના ને આમંત્રણ આપી રહી છે તેમ છતાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગના કાયદાનુ ચુસ્ત પાલન આજે પણ કરવામાં આવતુ નથી.

આવા કપરા કાળમાં તમામ સરકારી કર્મચારીઓ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે દાહોદ નગર પાલિકાના કર્મચારીઓ પણ કોરોના વોરિયર્સ તરીકે સેવા આપી જ રહ્યા છે. શહેરમાં સંક્રમણ વધારે હોવાથી પાલિકાના કર્મચારીઓ પણ હવે કોોરોનામાં સપડાયા છે. ત્યારે સત્તાવાર માહિતી પ્રમાણે પાલિકાના વિવિધ વિભાગના મળીને 50 ટકા કર્મચારીઓ કોરોના સંક્રમિત હોવાથી તેમના પરિવારજનો પણ ચિંતામાં છે.

શહેરી વિસ્તારમાં સફાઇ,પાણી પુરવઠો, સ્ટ્રીટ લાઇટ,ગટર સફાઇ જેવી પ્રાથમિક સુવિધાને પાાલિકાના કર્મચારીઓ જ કાર્યાન્વિત રાખે છે. ત્યારે દાહોદ પાલિકાના કર્મચાારીઓ આટલી મોટી સંખ્યામાં સંક્રમિત હોવાથી આવી સેવાઓ પણ પ્રભાવિત થઇ રહી છે. તેને કારણે નગર સેવકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે નાગરિકો ફોન ભલે નગર સેવકોને કરે પરંતુ કામગીરી તો પાાલિકાના જે તે વિભાગના કર્મચારીઓએ જ કરવાની હોય છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 31 કેસ નોંધાયા: જીલ્લામાં એક્ટીવ કેસોનો આંકડો 216 પહોંચ્યો

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં નવા 67 કોરોના પોઝિટિવ કેસ : ૩ ના મોત થી ખળભળાટ

Panchayat Samachar24

સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર દબાણ થાય તો જે તે સર્કલ ઓફિસર અને મામલતદારની જવાબદારી નક્કી કરતો પરિપત્ર મહેસૂલ વિભાગ દ્વારા બહાર પડાયો

Panchayat Samachar24

દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાનુ એક એવુ ગામ કે જ્યાના 23 જેટલા પરિવારો વીજળીના અભાવે અંધારપટમાં જીવન વિતાવવા મજબુર બન્યા

Panchayat Samachar24

અમરેલીમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો પ્રારંભ કરાવતા વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા

Panchayat Samachar24