લીમખેડા તાલુકાના કયા ગામે હાઇવે પર બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
અકસ્માતમાં એ કંડકટરનું ઘટનાસ્થળે મોત જ્યારે બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત
Advertisement
લીમખેડા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
ડેસ્ક ચાયત સમાચાર24, તા.30
લીમખેડા તાલુકાના દાંતિયાં ગામ પાસે હાઈવે રસ્તા ઉપર ગતરાત્રે બગડેલી હાલતમાં ઊભેલી ટ્રકની પાછળ અન્ય એક ટ્રક ભટકાતાં અકસ્માત સર્જાયો હતો જેને લઇને ટ્રકમાં સવાર ક્લીનરનું થયેલી ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળ ઉપર જ મોત થયું હતું જયારે ચાલક સહિત બે વ્યક્તિઓને ઇજા થઇ હતી.
બનાસકાંઠા જિલ્લા ના ભાભર ખાતે રહેતા ટ્રક ના ચાલક ભગવાન ઉર્ફે હકો ઈશ્વર ઠાકોર પોતાના કબજાની ટ્રક માં દાહોદથી ચોખા ભરીને ગઈકાલે રાત્રે બાવળા ખાતે ડીલેવરી આપવા જઈ રહ્યો હતો તે દરમિયાન રાત્રે રસ્તામાં લીમખેડા નજીક દાતિયા ગામ પાસે પહોંચતા તેઓની ટ્રક ની પાછળના વ્હીલના નટબોલ તૂટી જતા ટ્રકના ચાલક ભગવાન ઉર્ફે હાકો ઈશ્વર ઠાકોરે પોતાના કબજાની ટ્રક રસ્તાની બાજુમાં ઊભી રાખી દીધી હતી આ દરમિયાન રાત્રિના ૧.૩૦ કલ્લાકના સુમારે મધ્યપ્રદેશના પાર્સિંગ વાળી ટ્રક આ ઉભેલી ટ્રક ને પાછળથી ભટકાતા અકસ્માત સર્જાયો હતો જેને લઇને મધ્યપ્રદેશની ટ્રકમાં સવાર ક્લીનર માલસિંગ ભૂરેસિંગભાઈ વાસ્કેલ (૨૮) રહે ચાંદદૂદ તા. ગધવાની જી. ધાર (એમ.પી) નું શરીરે તથા માથામાં થયેલી ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજયું હતું તો આ જ ટ્રકમાં સવાર એક વ્યક્તિ તથા ચાલક મળી બે વ્યક્તિઓને ગંભીર ઈજા થવા પામી હતી બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકના દવાખાનામાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે ટ્રકની પાછળ ધડાકાભેર ટ્રક ભટકાતા ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી અને ટ્રકના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ બનાવ સંદર્ભે બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે રહેતા ભગવાન ઉર્ફે હકો ઈશ્વર ઠાકોરે નોંધાવેલી ફરિયાદના પગલે લીમખેડા પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.