- ફતેપુરા ગામમાં શનિ-રવિ-સોમ 3-દિવસનું સંપુર્ણ લોકડાઉન
- દુધ ની દૂકાનો સવારે ૮:૦૦ સુધી અને બપોરે ૪ થી ૬ ખુલ્લી રહેશે
- મેડીકલ સ્ટોર અને દવાખાના આખો દિવસ ચાલુ રહેશે.
ફતેપુરા નગર સહિત તાલુકા ના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોવાથી તંત્ર ની ચિંતા વધી ગઈ છે. કોરોના સંક્રમણ ને અટકાવવા હવે ગ્રામ્ય વિસ્તારોમા પણ ભય ફેલાયો હોવાથી જનતા સ્વયંભૂ લોકડાઉનનો લગાવીને કોરોના ને ફેલાતો અટકાવવા નો પ્રયાસ કરી રહી હોય તેમ લાાગી રહ્યુ છે. આજે ફતેપુરા મામલતદાર કચેરી ખાતે ઝાલોદ ના પ્રાંત અધિકારી ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જેમાં ફતેપુરા મામલતદાર, પી.એસ.આઈ., સરપંચ સહિત વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે મીટીંગ માં કોરોના સંક્રમણ ને લઈને સૌએ ચિંતા વ્યક્ત કરી હતી અને ફતેપુરા ગામમાં પણ 3 દિવસના લોકડાઉનની જાહેરાત કરાવામાં આવી છે. આ દિવસો દરમિયાન આવશ્યક સેવા સિવાય તમામ દુકાનો બંધ રાખવામાં આવશે.