ફતેપુરા તાલુકાના ચીખલી ગામે “નલ સે જલ” યોજનાનુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા ના હસ્તે કરવામા આવ્યુ હતુ
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું પાણી લોકોના ઘર સુધી નળની ચકલી દ્વારા પહોંચાડવા માટે “નલ સે જલ” યોજનાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે દાહોદ જિલ્લાના અંતરીયાળ વિસ્તાર એવા ફતેપુરા તાલુકાના ચીખલી ગામે લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના નું ખાતમુહૂર્ત વિધાનસભાના દંડક અને ફતેપુરા ના ધારાસભ્ય રમેશ કટારા ના હસ્તે કરવામાં આવ્યું હતું, યોજના પુર્ણ થયા બાદ ચીખલી ગામના લોકોની વર્ષોજુની પીવાના પાણીની સમસ્યાનો અંત આવશે ત્યારે આ કાર્યક્રમ મા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.