લીમખેડાના પટેલ ફળીયામા આવેલ મહાકાળી મંદિરના કિર્તન મહારાજ દ્વારા દેશમા શાંતિ અને સમૃદ્ધિ વધે તેવા ઉદ્દેશ સાથે લીમખેડાથી ફાગવેલ ધામ સુધી યાત્રા કરી હતી.
લીમખેડા નગરના પટેલ ફળીયા વિસ્તારમા વર્ષોથી સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર તેમજ લોકોને ધાર્મિક તહેવારોની હિન્દુ ધર્મ મુજબ ઉજવણી કરવા સાચી પ્રેરણા આપી હંમેશા સનાતન ધર્મનો મહિમા સમજાવી લોકોમા હિન્દુ ધર્મની આસ્થાને મજબુત કરનાર અને મહાકાળી માતાજીના પરમ ભક્ત એવા કિર્તન મહારાજ દ્વારા સમગ્ર દેશમા શાંતિનુ વાતાવરણ બની રહે અને દેશ સમૃદ્ધ બને, લોકોમા ભાઈચારો વધે તેવા શુભ આશયથી લીમખેડાના મહાકાલી મંદિરથી માતાજીના રથ સાથે ફાગવેલ સુધી યાત્રા કરીને પહોચ્યા હતા, કિર્તન મહારાજ દ્વારા લીમખેડા અને ફાગવેલમા દંડવત યાત્રા કરીને નિજ મંદિર સુધી પહોંચી ભાવિક ભક્તો સાથે ધજા ચઢાવી હતી, સતત માતાજીની ભક્તિમા લીન રહેનાર કિર્તન મહારાજના સાનિધ્યમા આવનાર હજારો લોકોના દુ:ખ દર્દ માતાજીના આશીર્વાદ અને કૃપા દષ્ટિથી દુર થયા છે, લીમખેડાના પટેલ ફળીયા ખાતે આવેલ મહાકાળી મંદિરે દર પુનમે હજારો માઈભકતો દશર્ન કરવા આવે છે, મંદિરમા બિરાજમાના મા મહાકાલી તમામ ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
મહાકાલી મંદિરે નવરાત્રી અને દશામા વ્રતનુ કરાય છે વિશેષ આયોજન
લીમખેડાના પટેલ ફળીયા ખાતે આવેલા મહાકાલી મંદિરે વર્ષ દરમ્યાન આવતા તમામ તહેવારોની ઉજવણી કરવામા આવે છે, જેમા ખાસ કરીને નવરાત્રિ અને દશામા વ્રત ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવે છે, નવરાત્રી અને દશામા વ્રત ઉત્સવ દરમ્યાન હજારો ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે, હજારો લોકોની આસ્થાનુ કેન્દ્ર એવા મહાકાલી મંદિરે લોકો ધારેલા કામ પૂર્ણ કરવા માતાજીની માનતા રાખતા હોય છે અને માતાજી પણ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે.