દાહોદ જીલ્લાની સરકારી કચેરીઓમા આઉટસોર્સિંગ મારફતે ફરજ બજાવતા કર્મચારીઓ કલેક્ટર કચેરીના પટાગણમા અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરતા કચેરીમા મોટા ભાગની સેવાઓ પર અસર પહોચી હતી.
વિધાનસભાની ચુંટણી નજીક આવતા સરકારી કચેરીમા ફરજ બજાવતા કર્મચારીઓ હડતાલનુ શસ્ત્ર અપનાવીને પોતાની માંગણીઓ સ્વીકરવા સરકાર સામે બાયો ચઢાવી છે, ત્યારે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પધ્ધતિ થી દાહોદ જીલ્લાની વિવિધ કચેરીઓમા ફરજ બજાવતા વર્ગ-3 અને વર્ગ-4 ના 2200 જેટલા કર્મચારીઓ 17મી સપ્ટેમ્બરથી હડતાલ પર ઉતરતા સરકારી કચેરીઓના કામ કાજ પર અસર પહોચી હતી, ખાસ કરીને મામલતદાર કચેરીઓના જનસેવા કેન્દ્રો સંપૂર્ણ પણે બંધ હાલમા છે, આઉટસોર્સિંગ કર્મચારીઓએ સરકાર પાસે સમાન કામ, સમાન વેતન, કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરવી અને કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે, ત્યારે સરકાર દ્વારા આઉટસોર્સિંગ કર્મચારીઓની માંગો સ્વિકારવામા આવે અને તેમના પ્રશ્નો યોગ્ય નિકાલ કરવામા આવે તેવી માંગ કરવામા આવી છે.