ફતેપુરાની બેન્ક ઓફ બરોડાની બહાર લાગી લાંબી લાઈનો: કોરોના ગાઈડ લાઈન અને સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
દાહોદ જિલ્લાના ફતેપુરા નગર મા આવેલી બેન્ક ઓફ બરોડામાં કોરોના ગાઈડ લાઈન અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા. બેન્ક બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. બેંક સત્તાધીશો ધ્વારા કોઈપણ પ્રકાર ની વ્યવસ્થા કરવામા આવી નથી જેથી કોરોના ગાઈડ લાઈન અને સોશિયલ ડિસ્ટન્સ નૂ પાલન થાય આવી લાંબી લાઈનો લાગવાથી લોકો કોરોનાથી કેવી રીતે બચી શકાય તે પણ મોટો સવાલ છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ નો આંકડો ઘટતાની સાથે સરકાર ધ્વારા આશિક લોકડાઉન મા કેટલીક છુટછાટો આપી છે પરંતુ સરકાર ની છુટ છાટનો ઉપયોગ સરકાર ની ગાઈડ લાઈન અને નિયમોનુ ચુસ્તપણે પાલન કરવુ ખુબજ જરુરી છે, કોરોનાના સંક્રમણ ને લઈને સરકાર દ્વારા અલગ અલગ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ રાખવું, માસ્ક ફરજિયાત પહેરવું, સેનેટાઈઝ કરવુ જેવા અનેક સુચનો આપવામાં આવ્યા છે. આવી સાવચેતીઓથી લોકોમાં કોરોના સંક્રમણ ઘટી શકે, પરંતુ દાહોદ જીલ્લાના ફતેપુરામા બેન્ક ઓફ બરોડા ના દ્રશ્યો જોતા એવુ લાગે છે કે જાણે કોરોનાનો ભય ના હોઈ તેમ બેન્ક બહાર લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી.
ફતેપરા પોલીસ સ્ટેશન બેન્ક થી માત્ર 100 મીટર દુર છે.
ફતેપુરા પોલીસ સ્ટેશન થી માત્ર 100 મીટરના અંતરે આવેલી બેન્ક ઓફ બરોડા બહાર લોકોની લાંબી લાઇન જોવા મળી હતી, તો ફતેપુરા પોલીસ સ્ટેશન નજીકમા જ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. પોલીસ તરફ થઈ પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી નહિ કરવામા આવતા લોકો ચર્ચાનો વિષય બન્યો છે. અહીં લોકોના જણાવ્યા અનુસાર દરરોજ વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળે છે. બેન્ક બહાર લાંબી લાઇન હોવા છતાં શા માટે બેન્ક કર્મચારી દ્વારા ઉકેલ લાવવામાં આવતો નથી. ત્યારે હવે ઉચ્ચ અધિકારીઓ ધ્વારા બેન્ક ની મુલાકાત લેવામા આવે તો જાહેર જનતાને રાહત થાય તેમ છે.