દાહોદ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું
બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો
Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.26
આજે ૨૬મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશ ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યો છે ત્યારે દાહોદ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ,
જેમાં મોટી સંખ્યા યુવાનોએ બ્લડ ડોનેટ કર્યુ હતુ, આ બ્લડ ડોનેશન કેમ્પના કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી કનૈયાલાલ કિશોરી, દાહોદ ગ્રામ્યના પ્રમુખ મુકેશભાઇ ખચ્ચર, ધમુભાઇ પંચાલ, જીલ્લા યુવા મોરચા મહામંત્રી અલયભાઇ દરજી, જીલ્લા યુવા મોરચા મંત્રી વિશાલભાઇ પારેખ, શહેર યુવા મોરચા પ્રમુખ હાર્દિકભાઇ બારીયા, ગ્રામ્ય યુવા મોરચા પ્રમુખ જીગરભાઇ ભુરીયા, મહામંત્રી રમણભાઇ બબેરીયા સહેજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બ્લડ ડોનેશન કાર્યક્રમ માં દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખચ્ચર, બક્ષીપંચ મોરચા પ્રમુખ હિમાંશુભાઈ પંચાલ, યુવા મોરચા પ્રમુખ જીગરભાઇ ભુરીયા, યુવા મોરચા મહામંત્રી રમણભાઈ બબેરીયા, યુવા મોરચા ઉપ્રમુખ ભાનુપ્રસાદ ચૌહાણ, આઝાદ ભાઈ બારીયા કલીપભાઈ ભાભોર, અમિતભાઈ ડામોર દ્વારા બ્લડ ડોનેટ કરી યુવાનોને બ્લડ નું દાન કરવા માટે એ કર્યા હતા જેમાં દાહોદ તાલુકા સહિતના વિસ્તારમાંથી યુવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન કર્યું હતું.