Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

આસામના ગંગાનગર ગામમા બની અજીબ ઘટના: બકરીએ મનુષ્ય જેવા દેખાતા બાળકને આપ્યો જન્મ, થોડા સમયમાં જ તોડી નાખ્યો દમ

  • બકરીએ મનુષ્ય જેવા બાળકને જન્મ આપ્યો
  • થોડા સમય પછી તેને તોડી નાખ્યો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.30
આસામના ગંગાનગર ગામમા બની અજીબ ઘટના સામે આવી હતી જ્યા એક બકરીએ માનવ શરીર જેવા બાળકને જન્મ આપ્યો, તો લોકો તેને જોઈને ચોંકી ગયા. આખો ચહેરો શિશુ જેવો હતો અને બાળકને પૂંછડી પણ નહોતી. આ વાતની જાણ થતાં જ ગામના લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. આ બનાવ હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ચોંકાવનારી ઘટના આસામના કચર જિલ્લાના ધૌલાઈ વિધાનસભા વિસ્તારના ગંગા નગર ગામની છે. અહીં એક પાલતુ બકરીએ માનવ જેવા બાળકને જન્મ આપ્યો. આ બાળકના બે પગ અને કાન સિવાય બાકીનું શરીર માનવ બાળકો જેવું હતું. જોકે, જન્મના અડધા કલાક બાદ બાળકનું મોત થયું હતું. પશુ પતિએ જણાવ્યું કે સોમવારે તેની બકરીએ માનવ શરીર જેવા બાળકને જન્મ આપ્યો, તે જોઈને તે ચોંકી ગયો. આખો ચહેરો શિશુ જેવો હતો અને બાળકને પૂંછડી પણ નહોતી. આ વાતની જાણ થતાં જ ગામના લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. આ બનાવ હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. તસવીરો પરથી જોઈ શકાય છે કે બકરીએ એક અવિકસિત જીવને જન્મ આપ્યો છે અને તેની તાકાત માણસો જેવી જ લાગે છે. જ્યારે કાળી બકરીના પેટમાંથી ભૂરા રંગના છોકરાનો જન્મ થયો ત્યારે ગ્રામજનોએ માની લીધું કે તેમના પૂર્વજોમાંથી કોઈએ જન્મ લીધો હતો. પરંતુ, બાળક વધુ સમય સુધી ટકી શક્યું નહીં. આ પછી ગ્રામજનોએ પરંપરાગત રીતિ-રિવાજ પ્રમાણે તેને દફનાવ્યો.

સંબંધિત પોસ્ટ

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનાં અધ્યક્ષ તરીકે ગોરધનભાઈ ઝડફીયાની નિમણુંક

Panchayat Samachar24

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

Panchayat Samachar24

દેવગઢ બારીઆ એસ.ટી ડેપોના વર્કશોપમાં ઉભેલી બસમાં આકસ્મિક આગ લાગતા બસ બળીને ખાખ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ

Panchayat Samachar24

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દાહોદની રાજનીતિના ચાણક્ય, ખેડૂત પુત્રથી ગુજરાતના રાજકીય શિખર સુધીની અજેય યાત્રા!, સમર્પણ, સંઘર્ષ અને સેવાનો સમન્વય, દાહોદ જીલ્લાના વિકાસની નવી ગાથા રચી!

ખાંડનો વધુ પડતો ઉપયોગ લિવર અને હૃદયને કરી શકે છે ખરાબ: ગોળનો ઉપયોગ કરી આજીવન રહી શકશો તંદુરસ્ત

Panchayat Samachar24