ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે મન કી બાત કાર્યક્રમ યોજાયો
જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા રહ્યા ઉપસ્થિતિ
Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.30
દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલાની ઉપસ્થિતિ મા ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો.
દાહોદ જીલ્લા ના ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે પ્રધાનમંત્રી મોદી ના મન કી બાત કાર્યક્ર્મ યોજાયો હતો. આ કાર્યક્રમ મા દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ બાદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી તેમજ વિકાસથી વંચિત રહી ગયેલા વિસ્તાર અને લાભાર્થીઓની યાદી તૈયાર કરવા સૂચના આપી હતી. અને ઝાલોદ તાલુકાના છેવાડાના વિસ્તારો સુધી રાજ્ય અને કેન્દ્ર સરકાર વિકાસ કામો થઈ રહ્યા છે અને બાકી રહી ગયેલા કામો પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.