Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

રામાયણ ટીવી સિરિયલમાં ‘લંકેશ’ તરિકે અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની ઉંમર મુંબઈ મા થયુ અવસાન, ગુજરાતી સિનેમા જગતમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

  • જાણીતા અભિનેતા અરવિંદ ત્રિવેદી નું નિધન
  • ગુજરાતી ફિલ્મ જગતના ભીષ્મપિતામહ તરીકેની લોકચાહના
  • Advertisement
  • ૮૨ વર્ષની ઉંમરે મુંબઈની કાંદિવલી માં લીધા અંતિમ શ્વાસ
  • રામાયણ સીરીયલ માં ભજવ્યું હતું રાવણનું પાત્ર
  • 300થી વધુ ફિલ્મ ટીવી સિરિયલોમાં અભિનય કર્યો હતો
  • વર્ષ ૧૯૯૧ થી ૧૯૯૬ સુધી તેઓ સાસંદ પણ રહ્યા હતા
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.06
રામાનંદ સાગરની ધાર્મિક અને લોકપ્રિય સિરિયલ રામાયણમાં (લંકેશ) રાવણ તરીકે નુ અત્યંત મહત્ત્વના પાત્રનો અભિનય કરનાર અને ગુજરાતી ફિલ્મ જગતના ભીષ્મપિતામહ તરીકેની લોકચાહના મેળવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષ ની ઉંમરે મુંબઈ મા દુ:ખદ નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીએ અનેક ગુજરાતી અને હિન્દી ફિલ્મો સહિત સિરીયલોમા વિવિધ પાત્રોનો અભિનય કર્યો હતો. તેઓ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના કુકડિયા ગામના વતની હતા, અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. પરંતુ તેઓ ગુજરાત મા સ્થાયી થયા હતા અને ગુજરાતી નાટકોથી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ગુજરાતી તેમજ હિન્દી ની અંદાજીત ૨૫૦-૩૦૦ ફિલ્મો મા અભિનય કર્યો હતો. ધાર્મિક અને સામાજિક ગુજરાતી ફિલ્મો થકી તેમને ગુજરાતમાં એક અલગ લોકચાહના મળી હતી. અરવિંદ ત્રિવેદીની સુપ્રસિદ્ધ ફિલ્મોમા દેશ રે જોયા દાદા પરદેશ જોયા, જેસલ-તોરલ, કુંવર બાઇનું મામેરૂં, હોથલ પદમણી જેવી અનેક સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મો મા તેમણે અભિનય કર્યો હતો. અરવિંદ ત્રિવેદીએ હિન્દી ફિલ્મોમા પરાયા ધન, આજ કી તાજા ખબર જેવી હિન્દી ફિલ્મોમા અભિનય કર્યો હતો.
રામાયણ સીરીયલ મા લંકેશ રાવણે નુ પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીએ પોતાના ઘરમાં મોરારિ બાપુના હસ્તે ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી. અરવિંદ ત્રિવેદી પોતાના અસલ જીવનમા રામભક્ત હતા.  રામાયણ ટીવી સિરિયલ મા લંકેશ રાવણની પાત્ર ભજવ્યા બાદ તેઓ ભારતભરમા લોકપ્રિય બની ગયા હતાં. અને ત્યાર બાદ તેઓન  લોકો લંકેશ નાં નામથી ઓળખાવા લાગ્યા હતાં. વર્ષ ૧૯૯૧ થી ૧૯૯૬ સુધી તેઓ સાસંદ પણ રહ્યા હતા, ગુજરાત સરકારથી લઇને દેશ અને પરદેશ ની અનેક સંસ્થાઓ તેમને પુરસ્કારો અને એવોર્ડ આપીને સન્માનિત કર્યાં હતા.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના ડબલારા પ્રા.શાળાના શિક્ષકની અનોખી પહેલ.. ડીડી ગિરનાર ચેનલ ના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાની કરી શરૂઆત

સીંગવડ ગ્રામ પંચાયત ના ઉપસરપંચ તરીકે પંકજભાઈ પ્રજાપતિની બીન હરીફ વરણી કરાઈ: ઉપસરપંચની ચુંટણીમા 10 માંથી 7 સભ્યો ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24

લીમડીના વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર સપ્લાયર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામા આવી

Panchayat Samachar24

દાહોદ તાલુકાના ભાટીવાડા ગામના સિદ્ધાર્થ ભરવાડનુ શુટીંગ વોલીબોલ મા નેશનલ કક્ષાએ સિલેક્શન થતા સન્માન કરવામા આવ્યુ

Panchayat Samachar24

રાજય સરકારના મંત્રી કુબેર ડીંડોરની આગેવાનીમાં દાહોદ જીલ્લાની છ વિધાનસભા વિસ્તારમા ભાજપની જન આશિર્વાદ યાત્રા યોજાઈ: વિધાનસભાના દંડક રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર યાત્રામા જોડાયા: ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ

Panchayat Samachar24

સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાની સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વચ્છ ભારત મિશન યોજના અને “અમૃત” યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરશે

Panchayat Samachar24