Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

દાહોદ LCBએ રેલવે પાટા-સ્લીપાટ ચોરી કરતી ગેંગ ઝડપી પાડી: પોલીસે રેલ્વેના 3020 કિલો પાટા-સ્લીપાટ મળી કુલ 6.74 લાખનો મુદ્દામાલ જપ્ત: 4 યુવકોની ધરપકડ

  • દાહોદમાં રેલ્વેની ચોરીનો પર્દાફાશ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ
  • દાહોદમાં રેલ્વે લાઈનનો સામાન ચોરતી ગેંગ ઝડપાઈ
  • Advertisement
  • રેલ્વેના પાટા તેમજ સ્લીપરની ચોરી કરનાર રિસીવર સહીત ચાર તસ્કરો ઝડપાયા
  • દાહોદ એલસીબી તેમજ રેલ્વે આરપીએફની સંયુક્ત કામગીરીમાં રેલ્વેના પાટા તેમજ સ્લીપરો ઝડપાયા
  • પોલીસે ચારેય ઈસમો પાસેથી અંદાજે સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • રેલ્વેના પાટા સ્લીપરો તેમજ ટ્રેકટર તેમજ ટ્રોલી એક મોપેડ ગાડી સહિત નો મુદ્દામાલ કબ્જે કરાયો
  • દાહોદ આરપીએફે ચારેય આરોપીઓ તેમજ મુદ્દામાલ કાર્બજે કરી વધુ તપાસ હાથ ધરી
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.06
દાહોદમા રેલ્વે પ્રિમાઈસીસમાં રેલ્વે ના પાટા તેમજ સ્લીપરો ની ચોરી કરતી ગેંગના ચાર વ્યક્તિઓને દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંદાજે સાત લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી રેલ્વે પ્રોટેક્શન ફોર્સને સોંપી દેવાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદમાં રેલ્વેના પાટા તેમજ સ્લીપરની ચોરી અંગેની બાતમી દાહોદ એલસીબી ના પી આઈ બી ડી શાહ ને મળતા તેઓએ રેલ્વે પ્રોટેક્શન ફોર્શ ( RPF ) ના પીઆઈ જી એસ ગૌતમ તથા આરપીએફના સ્ટાફના માણસો સાથે મળી ટેક્નિકલ સોર્ષ તેમજ સીસીટીવી કેમેરાના માધ્યમથી તલસ્પર્શિ તપાસ બાદ દાહોદના રેલ્વે કોલોનીમાં ટેકરી દવાખાનાની પાસેના રહેવાસી દિપક ઉર્ફે ગોલુ બિલવાલ રતન દલસીંગ મેડા કનુ ચતુરસિંહ ઠાકોર તેમજ દર્પણ ટોકીઝ રોડ મારવાડી ચાલના રહેવાસી શુભમ મુકેશકુમાર મહંત સહીત ચાર લોકોને ઝડપી તેઓની ધનિષ્ટ પૂછપરછ કરતા સનસનાટી ભરી વિગતો બહાર આવવવા પામી છે જેમાં ઉપરોક્ત ચારેય લોકોએ એક માસ અગાઉ દાહોદ રેલ્વે મેડિકલ કોલોનીની નજીકમાં આવેલા આસપાસ મા રેલ્વે ના લોખંડના પાટા તેમજ લોખંડ ના સ્લીપર ની ચોરી કરી ઉપરોક્ત ચારેય ઈસમોએ એક માસ અગાઉ ભેગા મળી રાત્રીના સમયે મહેન્દ્ર ટ્રેકટરના ટ્રોલામાં રેલ્વેના લોખંડના પાટા તેમજ લોખન્ડ ની સ્લીપર ભંગારના વેપારીને વેચી દીધા હતા પાંચ દિવસ અગાઉ પણ પોતાના સાગરીતો સાથે ભેગા મળી દાહોદ તાલુકાના ડુંગરપુર ખાન નદી પાસે આવેલા રેલ્વે ની હદ મા પડેલા લોખન્ડના પાટા ની રેકી કર્યા બાદ ટ્રેકટરમાં ભરી લાવી ભંગારની દુકાનમાં વેચ્યા હોવાની કબૂલાત કરતા દાહોદ એલસીબી તેમજ રેલ્વે આરપીએફ પોલીસ પણ ચોકી ઉઠી હતી

પોલીસે ઉપરોક્ત વેપારી તેમજ ભંગાર વાલા પાસેથી રેલ્વે ના જુના પાટા તેમજ સ્લીપરો કુલ નંગ 110 મળી 3020 કિલો ગ્રામ જેની કિંમત 94760 ચાર મોબાઈલ ફોન જેની કિંમત 20.000 રૂપિયા અને મહિન્દ્રા ટ્રેકટર તેમજ ટ્રોલી મળી જેની કિંમત 5 લાખ રૂપિયા તથા સુઝુકી એકશેષ મોપેડ ગાડી જેની કિંમત 60 હજાર મળી કુલ રૂપિયા 6.74.760 ના મુદ્દામાલ કબ્જે કરી ઉપરોક્ત ચોરીના ગુનામા અન્ય કેટલાક આરોપીઓ સામેલ છે કે કેમ તેની તપાસ માટે રેલ્વેના ચોરી કરાયેલા મુદામાલ સાથે પકડાયેલા ચારેય આરોપીઓને દાહોદ એલસીબી પોલીસે રેલ્વે આરપીએફ પોલીસને સુપ્રત કરાયા હતા રેલ્વે આરપીએફ પોલીસે ચોરીનો મુદ્દામાલ તેમજ ચારેય આરોપીઓનો કબ્જો મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી છે
મયુર રાઠોડ,મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

રાજય સરકારના મંત્રી કુબેર ડીંડોરની આગેવાનીમાં દાહોદ જીલ્લાની છ વિધાનસભા વિસ્તારમા ભાજપની જન આશિર્વાદ યાત્રા યોજાઈ: વિધાનસભાના દંડક રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર યાત્રામા જોડાયા: ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ

Panchayat Samachar24

15 થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી અપાશે કોરોના વેક્સિન: PM મોદી

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના તાલુકાઓમા આવેલી મનરેગા શાખાઓમાં ફરજ બજાવતા 20 ટેકનિકલ આસિસ્ટન્ટની સામુહીક બદલી: લાંબા સમયથી એક જ તાલુકામા ફરજ બજાવતા કર્મચારીઓ બદલાતા “ક્યાંક ખુશી તો ક્યાંક ગમ” નો માહોલ

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના ચુંદડી ગામની પરિણીતાએ શહેરાના પોયાડા ગામના સાસરિયાઓ વિરુદ્ધ શારિરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

Panchayat Samachar24

ફતેપુરાની બેન્ક ઓફ બરોડાની બહાર લાગી લાંબી લાઈનો: કોરોના ગાઈડ લાઈન અને સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ

Panchayat Samachar24