દાહોદ LCB એ રેસીંગ બાઈકની ચોરી કરતી ગેંગ ઝડપી પાડી
4 રેસીંગ બાઈક, 3 પલ્સર મળી 7 બાઈકો સાથે બે આરોપીઓની કરી ધરપકડ
Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.14
દાહોદમાંથી રેસીંગ બાઈકની ચોરી કરતી ગેંગ ઝડપાઈ ગઈ છે. દાહોદ LCBએ લીમડીના દેપાડા પાસેથી બે યુવકોને દબોચી લીધા હતા. આ માથાભારે શખ્સોને અમદાવાદ શહેરના વાસણા, રામોલ, અને સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી સાત બાઈક સાથે ઝડપી લેવાયા હતા. આ યુવકો પાસેથી ચોરેલી હાઈસ્પીડ રેસીંગ 4 બાઈક પણ જપ્ત કરવામા આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા કેટલાક સમયથી રેસીંગ બાઈકની ચોરીએ કરતી ગેંગએ તરખાટ મચાવ્યો હતો. દાહોદ એલ.સી.બી એ લીમડીના દેપાડા પાસે થી 2 યુવકોને ઝડપી પાડયા છે. આ યુવકો પાસેથી અમદાવાદ શહેરના વાસણા, રામોલ અને સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થી ચોરાયેલી 7 બાઈકો મળી આવી છે.
ચોરી ની 7 બાઈક સાથે ઝાલોદ તાલુકા ના પારેવાના શૈલેશ ડામોર અને પડતીયા ના સુનીલ કટારાને પોલીસે જડપી પડ્યા છે. પોલીસે બન્ને ઘનિષ્ઠ પુછપરછમાં શૈલેશ ડામોરના ઘરે વેચાણ માટે રાખેલી અન્ય 6 બાઈકો પણ મળી આવી છે. બન્ને યુવકો પાસેથી ચોરેલી હાઈસ્પીડ રેસીંગ બાઈક 4 જેટલી R15, અને 3 જેટલી બજાજ પલ્સર મળી આવી છે.
રેસીંગ બાઈક ની ચોરી કરતી આંતર જિલ્લા ગેંગ ના મુખ્ય સુત્રધાર સહીત 2 ને ઝડપી પાડી 7 બાઈક સહીત કુલ 3,75,000/- ના મુદ્દામાલ ઝડપી પડ્યો છે.
આ માથાભારે શખ્સોને અમદાવાદ શહેરના વાસણા, રામોલ, અને સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી સાત બાઈક સાથે ઝડપી લેવાયા હતા. આ યુવકો પાસેથી ચોરેલી હાઈસ્પીડ રેસીંગ 4 બાઈક પણ જપ્ત કરવામા આવી છે.